નેપાળમાં આવેલી ભયાનક પૂરની હોનારત વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ત્રિશૂલી-૧ પ્રોજેક્ટમાં કાર્યરત ગુમ થયેલા ૭3 ભારતીય કર્મચારીઓમાંથી 63 નાગરિકોને સુરક્ષિત રીતે ઉગારી લેવાયા છે. આ સિવાય અગાઉ તમિલનાડુના 2૧ લોકોને પણ સલામત બહાર કઢાયા હતા. વિદેશ મંત્રાલય દ્વારા બચાવવામાં આવેલા નાગરિકોની યાદી જાહેર કરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવા માટે એક વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.

હજુ 290 ભારતીયો ગુમ

આ ભીષણ આપદામાં હજુ પણ 290 ભારતીય નાગરિકો સંપર્કવિહોણા છે, જેમને શોધવા માટે બચાવ અભિયાન સતત ચાલી રહ્યું છે. નેપાળી તંત્ર સાથે સંકલન કરીને ભારતીય મિશન આ વિસ્તારોમાં ફસાયેલા તમામ લોકોનો સંપર્ક કરવા માટે રાત-દિવસ કાર્યરત છે. ગુમ થયેલા નાગરિકોની ભાળ મેળવવા અને તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે ભારતીય વિદેશ મંત્રાલય સતત પ્રયત્નશીલ છે.

WhatsApp Image 2026-08-27 at 22.38.45 (1)ભારતીય વાયુસેના દ્વારા રાહત સામગ્રીની પહોંચ

આપદાની આ ઘડીમાં ભારત નેપાળને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે, જેમાં ભારતીય વાયુસેના મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અગાઉ C-130J અને C-17 ગ્લોબમાસ્ટર વિમાનો દ્વારા રાહત સામગ્રી પહોંચાડ્યા બાદ, હવે 2૮ ઓગસ્ટે વધુ એક C-130J ટ્રાન્સપોર્ટ વિમાન જરૂરી સામગ્રી લઈને નેપાળ રવાના થશે. રક્ષા મંત્રાલય નેપાળ સરકાર સાથે સંકલન સાધીને પૂર અસરગ્રસ્ત વિસ્તારો સુધી ઝડપથી પુરવઠો પહોંચાડી રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad News : વસ્ત્રાપુરમાં ચકચારી ઘટના! હિમાલયા આર્કેડના 4થા માળેથી યુવકે ઝંપલાવ્યું, CCTV સામે આવ્યા