બાંગ્લાદેશના ઢાંકામાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ ફરી એક વખત અમદાવાદમાં ઘટેલી ઘટનાની યાદો તાજી કરી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 260થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે બાંગ્લાદેશના ઢાંકામાં આજે આવી જ એક ઘટના ઘટવા પામી છે. ઢાંકાની એક સ્કુલ પર એરક્રાફ્ટ ક્રેશ થયું છે. જેમાં પાયલોટનું મોત નીપજ્યું છે. બચાવકામગીરી ચાલી રહી છે. આ પહેલાં પણ દેશ અને દુનિયામાં અનેક વિમાન દુર્ઘટના ઘટી ચૂકી છે.
1. 12 જૂન 2025 અમદાવાદ એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ
12 જૂન બપોરના 1.30ની આસપાસ 12 ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રીઓ સવાર હતા. ફ્લાઇટે ઉડાન ભર્યાના માત્ર 2 જ મિનિટમાં ક્રેશ થયું અને ડોક્ટરોની હોસ્ટેલ પર પડ્યું. 260થી વધુ યાત્રીઓના જીવ ગયા.
2. 12 નવેમ્બર 1996
હરિયાણાના ચરખી દાદરીમાં સાઉદી અરબની એરલાઇન્સે ઉડાન ભરી. થોડીક જ વારમાં એરલાઇન્સ 763 અને કઝાકિસ્તાન એરલાઇન્સ 1907 બંને એક બીજા સાથે અથડાઇ. 349 લોકોના મોત
3. 1 જાન્યુઆરી 1978
1 જાન્યુઆરી 1978માં એર ઇન્ડિયાનું વિમાન સમ્રાટ અશોક મુંબઇથી દુબઇ જઇ રહ્યુ હતુ. વિમાને ઉડાન ભર્યાના માત્ર થોડાંક જ સમયમાં અરબ સાગરમાં પડ્યું. જેમાં 213 લોકોના મોત નીપજ્યા હતા.
4. 22 મે 2010
22 મે 2010માં એર ઇન્ડિયાનું વિમાન બોઇંગ 737-800 દુબઇથી મેંગલુરુ આવી રહી હતી જેમાં 166 લોકો સવાર હતા. આ વિમાન એરપોર્ટ પર જ દુર્ઘટના ગ્રસ્ત બન્યું હતું. અહિંયા એક ટેબલટોપ રનવે હતો જેમાં બંને તરફ ઢોળાવને કારણે વિમાન રોકાયું નહીં અને મોટાં ખાડામાં પડ્યું અને અચાનક આગ લાગવા લાગી જેમાં 158 લોકોનાં મોત નીપજ્યા હતા.
5. 19 ઓક્ટોબર 1988
19 ઓક્ટોબર 1988માં ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન 113 અમદાવાદ પાસે જ ક્રેશ થયુ હતું જેમાં 133 લોકોના મોત નીપજ્યા હતા. ઓછી વિઝિબલિટીને કારણે પાયલોટ વિમાન ઉતારતા સમયે જ દુર્ઘટના ગ્રસ્ત થયું હતું.
6. 12 ઓકટોબર 1976
12 ઓકટોબર 1976 મુંબઇથી ચેન્નઇ જતુ વિમાન ઉડાન ભર્યાના થોડીક જ મિનિટોમાં આગની ચપેટમાં આવી ગયું. વિમાનને રનવે પર ઉતારવાની કોશિશ પહેલાં જ તે દુર્ઘટના ગ્રસ્ત થયું અને 95 લોકો મોતને ભેટ્યા હતા.
7. 27 માર્ચ 1977
27 માર્ચ 1977માં સ્પેનના કેનરીમાં ટેનેરિફ દ્વિપ પર બે વિમાન એકબીજા સાથે ટકરાયા. જેમાં 583 લોકોના મોત નીપજ્યા હતા. આ વિમાન દુર્ઘટના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના હતી.
8. 12 ઓગસ્ટ 1985
12 ઓગસ્ટ 1985 જાપાનમાં જાપાન એરલાઇન્સ ટોક્યોના હનેદા એરપોર્ટ પરથી જ જાપાનના ઓસરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જ હતી. પરંતુ વિમાન ઉડાન ભર્યાના 32 મિનિટમાં જ તાકામાગહારાથી નીચે પડ્યુ અને 520 લોકો મોતને ભેટ્યા
9. 3 માર્ચ 1974
3 માર્ચ 1974માં તુર્કી એરલાઇન્સ ઉડાન ભર્યાના થોડાંક સમયમાં જંગલમાં દુર્ઘટના ગ્રસ્ત થયું જેમાં 346 લોકોના મોત થયા હતા.
10. 19 ઓગસ્ટ 1980
19 ઓગસ્ટ 1980 સાઉદી અરબની ફલાઇટ નં 163 રિયાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી અને ઉડાન ભર્યા બાદ તેમાં અચાનક આગ લાગતા 301 લોકો જીવતા સળગી ગયા હતા.