અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજનીતિ હડકંપ મચાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો એક વીડિયો પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. પોસ્ટ કરેલો આ વીડિયો AI જનરેટેડ છે, જેને લોકો ખૂબ વાયરલ કરી રહ્યા છે. વીડિયોમાં બરાક ઓબામાની ઓવલ ઓફિસની અંદર FBIના 2 એજન્ટો દ્વારા ધરપકડ કરતા બતાવવામાં આવ્યા છે.


બરાક ઓબામાની ધરપકડનો AI જનરેટેડ વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે બરાક ઓબામાને એરેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બરાક ઓબામા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એ જ ઓફિસમાં બેઠાં છે, જ્યાં તે કમાન્ડર-ઇન-ચીફ ચૂંટાયેલાં હતા, ટ્રમ્પ અને બરાક ઓબામાં જ્યારે વાત કરી રહ્યા હોય છે ત્યારે FBIના 2 એજન્ટો આવે છે અને બરાક ઓબામાનો કોલર પકડે છે. તેમને ઘૂંટણીએ બેસાડે છે અને બંને હાથમાં હાથકડી લગાવે છે. વીડિયોની શરૂઆત લોકોના નિવેદનથી થાય છે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત અનેક નેતા બોલે છે કે કોઇ પણ કાયદાથી ઉપર નથી. વીડિયોના અંતમાં ઓબામાને ઓરેન્જ કલરના ડ્રેસ પહેરાવીને જેલમાં ધકેલતા જોવા મળી રહ્યા છે.જો કે આ વીડિયો AI જનરેટેડ હોવાનું સામે આવ્યું છે.

તુલસી ગબાર્ડે આપ્યું હતુ વિવાદિત નિવેદન

મળતી માહિતી પ્રમાણે તુલસી ગબાર્ડે થોડાં દિવસ પહેલાં એક નિવેદન આપ્યુ હતું. એના થોડાં સમય બાદ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોતાના નિવેદનમાં ગબાર્ડે કહ્યું હતું કે વર્ષ 2016માં ટ્રમ્પે અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હતી. ત્યારે તેમની જીત પાછળ રશિયાનો પ્રભાવ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવા માટે બરાક ઓબામાના પ્રશાસન પર કાર્યવાહી કરવી જોઇએ. ગબાર્ડે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે, બરાક ઓબામા ઇરાદો રાષ્ટ્રપતિ ટ્રમ્પને સત્તા પરથી હટાવવો અને અમેરિકી જનતાની ઇચ્છાને ચકનાચૂર કરવાનો હતો. ભલે તે કેટલાં પણ શક્તિશાળી કેમ નહોય. ઓબામાએ કરેલા કાવતરામાં જે પણ વ્યક્તિ સામેલ છે તેમની તપાસ થવી જોઇએ. કાયદા પ્રમાણે કડક કાર્યવાહી કરવી જોઇએ. 


https://truthsocial.com/@realDonaldTrump/114887992924632896

  • Follow us on: