કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાયરલ થયેલા કિસ કૈમ વીડિયો પછી એસ્ટ્રોનોમરના સીઇઓ એન્ડી બાયરને રાજીનામું આપ્યુ છે. પરંતુ એન્ડી પહેલા એવા સીઇઓ નથી. જેમણે કોઇ વિવાદ સર્જ્યો હોય. અન્ય ટેક કંપનીના સીઇઓ પણ આવા વિવાદમાં ફસાઇ ચુક્યા છે. ન્યૂયોર્કની એઆઇ કંપની ઓસ્ટ્રોનોમરના સીઇઓ એન્ડી બાયરન કિસ કૈમમાં ઝડપાયા બાદ તેમના પર ગાજ પડી છે. તેઓએ કંપનીમાંથી રાજીનામું આપ્યુ છે. અને તેમની પત્નીએ પણ તેમને સોશિયલ મીડિયા પરથી અનફોલો કર્યા છે. કંપનીના સીઇઓ અને એચઆર વચ્ચેનું કનેક્શન સાથે આવ્યા બાદ ઇન્ટરનેટ પર તેમનો વીડિયો ધૂમ મચાવી રહ્યુ છે. એન્ડી બાયરન સિવાય એવા અમુક એવા સીઇઓ પણ છે જે ચર્ચાનો વિષય રહ્યા છે.


એલોન મસ્ક વિવાદોના બાદશાહ

એલોન મસ્કનું નામ વિવાદોનું પર્યાય છે. તેમના વિવાદોનું લિસ્ટ પણ ખૂબ લાંબુ છે. Grok AIનું Ani અવતારને અને બાળકો માટે નુકસાનકારક દરશાવ્યુ હતુ. એક્સ પર ફ્રી સ્પીચના બહાને હેટ સ્પીચને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. મસ્ક તેના પારિવારીક કિસ્સાઓ, મહિલાઓ સાથેના સંબંધો, એઆઇ તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેના રાજનૈતિક સંબંધો મામલે પણ વિવાદમાં રહ્યા હતા.

માર્ક ઝુકરબર્ગ પણ રહ્યા વિવાદમાં

માર્ક ઝુકરબર્ગની મેટા કંપની કેટલીયવાર વિવાદોમાં આવી છે. Cambridge Analytica ડેટા લીક મામલે કરોડો યૂઝર્સનો અંગત ડેટા લીક કરાયો હતો. જેના કારણે મોટી રાજનીતિ સર્જાઇ હતી. રાજકારણમાં ઉપયોગ થવા માટે અને ફાયદો મેળવવા માટે આ ડેટાનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યુ હતુ. Instagram પર ખાસ કરીને મહિલાઓની માનસિક સ્થિતિ ખરાબ કરવાની રિપોર્ટ પણ સામે આવી હતી.

સુંદર પિચાઇ અને ગૂગલનો સંબંધ પણ વિવાદ સાથે

Googleના સીઇઓ સુંદર પિચાઇ પણ મોટા ભાગે વિવાદોમાં રહી ચુક્યા છે. AI લેબની મહિલા વૈજ્ઞાનિક Dr. Timnit Gebruને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેઓએ AIમાં જાતિ ડિસ્ક્રિમિનેશન અને મહિલાઓ માટેની રૂઢીવાદી વિચારને પણ ઉજાગર કર્યા હતા. મહિલાઓના પ્રમોશન અને સુરક્ષા મામલે પણ કંપનીની નીતિ સામે સવાલ ઉભા કર્યા હતા.

સૈમ ઓલ્ટમૈન, ChatGPT અને એથિક્સની અથડામણ

OpenAIના સીઇઓ સૈમ ઓલ્ટમૈને ChatGPT લોન્ચ કરીને દુનિયામાં પરિવર્તન લાવ્યા હતા. પરંતુ AI કારણે ફિમેલ રાઇટીંગની નકલ અને જાતિ વિવાદ અંગે પણ ટીકા થઇ હતી. OpenAIની પારદર્શિતા પર પણ સવાલ ઉભા થયા હતા. 

  • Follow us on: