બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડ પ્લે કોન્સર્ટનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સીઇઓ એન્ડી બાયરન એક મહિલા સાથે જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોએ સીઇઓની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. એસ્ટ્રોનૉમરએ સીઇઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


કંપનીએ લીધુ આ એક્શન

કોલ્ડ પ્લેના વાયરલ વીડિયોમાં સીઇઓ એન્ડી બાયરન એક મહિલા સાથે જોવા મળ્યા હતા. આ મહિના તેમની કંપનીની જ એચઆર હેડ છે. ટેક કંપનીએ શુક્રવારે એક્સ પર આ વાતની પુષ્ટિ કરી છે કે સીઇઓ એન્ડી બાયરનને લિવ પર મોકલી દેવાયા છે. હાલમાં સહ સંસ્થાપક અને ચીફ પ્રોડક્ટ ઓફિસર પીટ ડેજૉય વચગાળાના સીઇઓ તરીકે કામ કરી રહ્યા છે.

CEOનો અશ્લીલ વીડિયો વાયરલ થયો

મહત્વનું છે કે કોલ્ડ પ્લેના કોન્સર્ટ દરમિયાન સીઈઓ અને તેમની સહકર્મીના કથિત અફેરનો ખુલાસો થયો છે. કોન્સર્ટમાં સ્ક્રીન પર બંને એકબીજા સાથે મસ્તી કરતા અને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આમ કરતા તેઓ વખતે કોન્સર્ટ દરમિયાન એક મોટા પ્રોજેક્ટર પર દેખાયા હતા અને બંનેની અશ્લીલ હરકતનો જગજાહેર ખુલાસો થયો હતો. બંનેને આ વાતની ખબર પડતાં જ પોતાના ચહેરા છુપાવી દીધા હતા. એન્ડી બાયરન છુપાઈ ગયો પરંતુ કેમેરામેન હજુ પણ બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો.

બંનેની લોકોએ કરી ટીકા

સોશિયલ મીડિયા પર બંનેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો સતત ચર્ચાઓ કરી રહ્યા છે કે, બંને પરણિત હોવા છતાં અફેર? અન્ય લોકોએ કહ્યું કે, હવે બંને લોકોના અફેરનો જગજાહેર ખુલાસો થયો છે મજા આવશે. તો ઘણા લોકો કહી રહ્યા છે કે, આ બંને પરિવારો માટે ખૂબ જ શરમજનક છે. બંને પરિણીત છે અને તેમના બાળકો પણ છે.




  • Follow us on: