એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની Xની CEO લિન્ડા યાકારિનોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમને આ નિર્ણય 2 વર્ષની સેવા આપ્યા બાદ લીધો છે, જે ઓછા સમયમાં ખુબ જ ચર્ચિત અને પડકારભર્યો કાર્યકાળ રહ્યો છે.


છેલ્લા 2 વર્ષ મારા માટે અદ્ભૂત રહ્યા: લિન્ડા યાકારિનો

એક્સ પર એક પોસ્ટમાં યાકારિનોએ લખ્યું કે છેલ્લા 2 વર્ષ મારા માટે અદ્ભૂત રહ્યા છે અને તેમને એ વાતનો ગર્વ છે કે ટીમે શું-શું મેળવ્યું છે. પછી તે પ્લેટફોર્મ પર યૂઝર્સની સુરક્ષાને યોગ્ય બનાવવાનું હોય કે પછી તે એવરીથિંગ એપનો પાયો નાખવાનો હોય. જેનું સપનું એલોન મસ્ક લાંબા સમયથી જોઈ રહ્યા હતા.


મને એક્સ ટીમ પર ખુબ જ ગર્વ છે: લિન્ડા યાકારિનો

લિન્ડાએ એક્સ પોસ્ટમાં કહ્યું કે જ્યારે એલોન મસ્ક અને મેં પ્રથમવાર એક્સ માટે તેમના વિઝન વિશે વાત કરી તો મને જાણવા મળ્યું હતું કે આ કંપનીના અસાધારાણ મિશનને પૂરૂ કરવું મારા જીવનભરનો એક સુવર્ણ અવસર હશે. હું તેમની ખુબ આભારી છું કે તેમને મને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા કરવા, કંપનીની કાયાકલ્પ કરવા અને એક્સને એવરીથિંગ એપમાં બદલવાની જવાબદારી સોંપી. તેમને કહ્યું કે મને એક્સ ટીમ પર ખુબ જ ગર્વ છે, અમે સાથે મળીને જે ઐતિહાસિક ફેરફાર કર્યા છે, તે ઉલ્લેખનીય છે.


  • Follow us on: