PM મોદીએ કહ્યું, "મને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતાઓમાંની એક દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ ગર્વની વાત છે. હું બધા ભારતીયો વતી અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આ સન્માન સ્વીકારું છું. આ સન્માન અસંખ્ય ભારતીયોનું છે જેમણે આપણી ભાગીદારીને આકાર આપ્યો છે." તેઓ ઇથોપિયાના સર્વોચ્ચ સન્માન મેળવનારા પ્રથમ વિદેશી રાજ્ય વડા છે.

2016 અને 2025 વચ્ચે મળેલા મુખ્ય વિદેશી નાગરિક સન્માન

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીને અગાઉ પણ અનેક દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનો આપવામાં આવ્યા છે. આ સન્માનોના કારણે ભારતની વૈશ્વિક છબી વધુ મજબૂત બની છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની ભૂમિકા અને પ્રભાવ વધ્યો છે.

PM મોદીને 28 ઉચ્ચ નાગરિક સન્માન મળ્યા

ઇથોપિયા - ઇથોપિયાનો ગ્રેટ ઓનર નિશાન (16 ડિસેમ્બર, 2025)

નામિબિયા - સૌથી પ્રાચીન વેલ્વિટ્શિયા મિરાબિલિસનો સન્માન (9 જુલાઈ, 2025)

બ્રાઝિલ - નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસનો ગ્રાન્ડ કોલર (8 જુલાઈ, 2025)

ત્રિનિદાદ અને ટોબેગો - ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો (4 જુલાઈ, 2025)

ઘાના - ઓફિસર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના (2 જુલાઈ, 2025)

સાયપ્રસ - ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ (16 જૂન, 2025)

શ્રીલંકા - શ્રીલંકા મિત્ર વિભૂષણાય (5 એપ્રિલ, 2025)

મોરેશિયસ - ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિંદ મહાસાગર (12 માર્ચ, 2025)

બાર્બાડોસ - માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ (માર્ચ 5, 2025)

કુવૈત - મુબારક અલ-કબીરનો ઓર્ડર (22 ડિસેમ્બર, 2024)

ડોમિનિકા - ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર (21 નવેમ્બર,2024)

ગયાના - ઓર્ડર ઓફ એક્સેલન્સ (20 નવેમ્બર, 2024)

નાઇજીરીયા - ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર (17 નવેમ્બર, 2024)

રશિયા - ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ (9 જુલાઈ, 2024, 2019માં જાહેર કરાયેલ)

ગ્રીસ - ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર (25 ઓગસ્ટ, 2023)

ફ્રાન્સ - ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર (13 જુલાઈ, 2023)

ઇજિપ્ત - ઓર્ડર ઓફ ધ નાઇલ (25 જૂન, 2023)

ફીજી - ઓર્ડર ઓફ ફીજી (22 મે, 2023)

પાપુઆ ન્યુ ગિની - ઓર્ડર ઓફ લોગોહુ (22 મે, 2023)

ભૂતાન - ઓર્ડર ઓફ ધ ડ્રેગન કિંગ (17 ડિસેમ્બર, 2021)

યુનાઇટેડ સ્ટેટ્સ - લીજન ઓફ મેરિટ (21 ડિસેમ્બર, 2020)

બહેરીન - કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં (24 ઓગસ્ટ, 2019)

માલદીવ્સ - ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ ઇઝ્ઝુદ્દીન (8 જૂન, 2019)

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) - ઓર્ડર ઓફ ઝાયેદ (4 એપ્રિલ, 2019)

સંયુક્ત રાષ્ટ્ર - યુએન ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ (3 ઓક્ટોબર,2018)

પેલેસ્ટાઇન - ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન (10 ફેબ્રુઆરી, 2018)

અફઘાનિસ્તાન - સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન (4 જૂન, 2016)

સાઉદી અરેબિયા - ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ (3 એપ્રિલ, 2016)

આ પણ વાંચો: PM મોદીને મળ્યું એક વધુ આંતરરાષ્ટ્રીય સન્માન, ઇથિયોપિયાએ પોતાના સર્વોચ્ચ પુરસ્કાર ‘ગ્રેટ ઓનર નિશાન’થી સન્માનિત કર્યા