દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કથિત રીતે કોપાયલટે ચાકૂથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, જેના કારણે મુસાફરો અને ક્રૂએ દરમિયાનગીરી કરીને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી. ફ્લાઇટને બાદમાં સઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવી અને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું.

PM મોદી સહિત દુનિયાભરના નેતાઓએ વખાણ કર્યા

સ્મિત મચ્છરની હિંમતની ભારત સહિત દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓએ તેમની બહાદુરીની પ્રશંસા કરી છે. ગંભીર ઈજા વચ્ચે પાયલટે બતાવેલી હાજરજવાબી અને સાહસની ખાસ નોંધ લેવામાં આવી છે.

Google પર સ્મિત મચ્છરને શોધવામાં જોરદાર ઉછાળો

ઘટનાની ખબર સામે આવ્યા બાદ કેપ્ટન સ્મિત મચ્છાર અંગે Google પર સર્ચમાં અચાનક વધારો જોવા મળ્યો. ઉપલબ્ધ Google Trendsના આંકડા મુજબ 30 સપ્ટેમ્બરે સર્ચમાં ઝડપથી વધારો શરૂ થયો હતો અને 2 ઓક્ટોબરના સવારે 9:30 વાગ્યે વૈશ્વિક સ્તરે સર્ચ ઇન્ટરેસ્ટે 100નો પીક સ્કોર નોંધાવ્યો હતો.

Smit Machchhar Google Searches Surge After Flydubai FZ1073 Cockpit Attack

Google Trendsનો 100 સ્કોર શું દર્શાવે છે?

Google Trendsમાં 0થી 100 સુધીનો સ્કોર કોઈ ચોક્કસ સર્ચ કરનારા લોકોની સંખ્યા દર્શાવતો નથી. તે કોઈ ચોક્કસ સમય અને વિસ્તારમાં સંબંધિત સર્ચ ઇન્ટરેસ્ટનું પ્રમાણ દર્શાવે છે. 100નો સ્કોર પસંદ કરાયેલા સમયગાળા અને વિસ્તારમાં તે વિષયની સૌથી વધુ લોકપ્રિયતા દર્શાવે છે.

ભારત અને મધ્ય પૂર્વમાં સૌથી વધુ રસ

સ્મિત મચ્છાર અંગે સર્ચ ઇન્ટરેસ્ટ વિશ્વના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો. જોકે ભારત અને મધ્ય પૂર્વમાં સર્ચ પ્રવૃત્તિ ખાસ નોંધપાત્ર રહી. UAE, કતાર, કુવૈત અને ઓમાન જેવા દેશોમાં પણ સર્ચ ઇન્ટરેસ્ટ ઊંચો રહ્યો. ફ્લાઇટ દુબઈથી ઉડી હતી, એરલાઇન UAEની હતી અને ફ્લાઇટ સઉદી અરેબિયામાં લેન્ડ થઈ હોવાથી આ વિસ્તારોમાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

Smit Machchhar Google Searches Surge After Flydubai FZ1073 Cockpit Attack

ભારતમાં 1 ઓક્ટોબરે સર્ચ પીક પર પહોંચ્યું

ભારતમાં પણ 30 સપ્ટેમ્બરથી સ્મિત મચ્છાર અંગે સર્ચમાં ઝડપથી વધારો થયો હતો. Google Trendsના ઉપલબ્ધ ડેટા મુજબ ભારતમાં 1 ઓક્ટોબરની રાત્રે 9:30 વાગ્યે સર્ચ ઇન્ટરેસ્ટ પીક પર પહોંચ્યું હતું. આ સમયગાળો દેશના પ્રાઇમ-ટાઇમ ન્યૂઝ અને સોશિયલ મીડિયા ચર્ચા સાથે જોડાયેલો જોવા મળ્યો.

ગુજરાતમાં પણ સ્મિત મચ્છરને લઈને ઉત્સુકતા

ભારતમાં સર્ચ ઇન્ટરેસ્ટ માત્ર સ્મિત મચ્છરના મૂળ રાજ્ય ગુજરાત પૂરતું મર્યાદિત રહ્યું નહોતું. દક્ષિણ અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં લોકોમાં તેમના વિશે જાણવાની ઉત્સુકતા જોવા મળી હતી. જોકે તેમની સરનેમને કારણે ગુજરાતમાં તેમના મૂળ અને પૃષ્ઠભૂમિ અંગે અલગ પ્રકારની સર્ચ પણ જોવા મળી હતી.

Smit Machchhar Google Searches Surge After Flydubai FZ1073 Cockpit Attack

‘સ્મિત મચ્છર જીવિત છે?’ જેવા સર્ચમાં વધારો

ઘટના બાદ લોકોની સૌથી મોટી ચિંતા પાયલટની સ્થિતિને લઈને હતી. ગંભીર ઈજા અંગેના સમાચાર સામે આવ્યા બાદ લોકો સ્મિત મચ્છર જીવિત છે કે નહીં અને તેમની હાલત કેવી છે તે જાણવા માટે સર્ચ કરવા લાગ્યા હતા. તેમની તબિયત અંગે માહિતી મેળવવા માટે ઓનલાઈન સર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો.

પાયલટની જાતિ અંગે પણ સર્ચ વધ્યું

સર્ચ ટ્રેન્ડ્સમાં સ્મિત મચ્છરની પૃષ્ઠભૂમિ અને જાતિ અંગેના સર્ચ ટર્મ્સમાં પણ ઉછાળો જોવા મળ્યો. ખાસ કરીને “Smit Machchhar caste” જેવી ક્વેરી ગુજરાતમાં વધુ સર્ચ થતી જોવા મળી હતી. જોકે Google Trendsનો ડેટા માત્ર સર્ચ ઇન્ટરેસ્ટ દર્શાવે છે, તે સર્ચ કરનારા લોકોની વ્યક્તિગત ઓળખ અથવા તેમની વિચારસરણી અંગે નિષ્કર્ષ આપતો નથી.

Google Trends એ લોકોની ઉત્સુકતા બતાવી

સ્મિત મચ્છરની ઘટના બાદ સર્ચ ટ્રેન્ડ્સે લોકોની બે મુખ્ય પ્રકારની ઉત્સુકતા દર્શાવી છે. એક તરફ લોકો પાયલટની સલામતી અને સ્વાસ્થ્ય વિશે જાણવા માગતા હતા, જ્યારે બીજી તરફ તેમની વ્યક્તિગત અને સામાજિક પૃષ્ઠભૂમિ અંગે પણ સર્ચ કરવામાં આવ્યું.

174 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સવાર હતા

ફ્લાઇટ FZ1073માં 174 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સવાર હતા. કોકપિટમાં હુમલા બાદ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સ્મિત મચ્છારની કાર્યવાહી અને અન્ય ક્રૂ તથા મુસાફરોની દરમિયાનગીરી બાદ વિમાનને સુરક્ષિત રીતે તબુકમાં ઉતારવામાં આવ્યું હતું. આ ઘટનાએ ભારતીય પાયલટની બહાદુરીને વૈશ્વિક ચર્ચામાં લાવી દીધી છે.  


આ પણ વાંચો  :   Flydubai : " માન ગયે ગુરુ...જે રીતે પ્લેન નીચે આવતું હતું તેને હેન્ડલ કરવું કોઇ ચમત્કારથી ઓછું નથી " સ્મિત મચ્છરના ગુરુ પણ...