ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પૃથ્વી પર ક્યારે પરત ફરશે તે તારીખ સામે આવી ગઇ છે. 25 જૂનના રોજ તેઓએ અંતરિત્રની ઉડાણ ભરી હતી. ત્યારે આજે એવા સમાચાર છે કે તેઓનું મિશન Axiom-4 પૂર્ણ થવાને આરે છે. તેથી તેઓ હવે 14 જુલાઇએ સ્પેસ સ્ટેશનથી અનડોક થશે તેવુ અપડેટ સામે આવ્યું છે.


11 જુલાઇએ નવુ અપડેટ 

ઉલ્લેખનીય છે કે પહેલા આ તારીખ 10 જુલાઇ હતી. પછી 11 જુલાઇએ તેઓને લઇને એક નવુ અપડેટ આવ્યું. જેમાં કહેવામાં આવ્યું કે તેઓ 14 જુલાઇ સોમવારે સવારે 7.05 કલાકે સ્પેસ સ્ટેશનથી અનડોક થશે.તેઓ 25 જૂનથી અત્યાર સુધી એટલે કે 13 દિવસથી શુભાંશુ શુક્લા પોતાની ટીમ સાથે અંતરિક્ષમાં છે અને Axiom-4 મિશન પર કામ કરી રહ્યા છે.


ક્યારે આવશે ધરતી પર? 

મહત્વનું છે કે અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુ્કલા પરત વહેલા આવવાના હતા પરંતુ હવે તેમાં 3 દિવસ મોડુ થયુ છે. જો કે કયા સમયે તેઓ પૃથ્વી પર આવશે તેનુ કોઇ અપડેટ આવ્યુ નથી કે તેનો કોઇ ચોક્કસ સમય પણ જાણવા મળ્યો નથી. 11 જુલાઇ એટલે કે આજે અક્સિઓમ સ્પેસ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી જેમાં ક્રૂ મેમ્બર પરત ફરશે તેવી જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે 14 જુલાઇ સોમવારે સવારે 7.05 કલાકે સ્પેસ સ્ટેશનથી અનડોક કરવામાં આવશે.


શું હોય છે અનડૉક?

ડોક શબ્દનો ઉપયોગ સ્પેસ કેપ્સ્યુલ્સ, શટલ અને કાર્ગો જહાજો માટે થાય છે. જે સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલા હોય છે. જ્યારે તે સ્પેસ સ્ટેશનથી અલગ થાય છે ત્યારે તે પ્રક્રિયાને 'અનડોક' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણા કારણોસર થાય છે, જેમાં મિશન પૂર્ણ થવાના કિસ્સામાં પૃથ્વી પર પાછા ફરવા અથવા બીજા જહાજને ખસેડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનડોક શબ્દનો ઉપયોગ સમારકામ અથવા તેની દિશા બદલવા માટે પણ થાય છે.

ઉલ્લેખનીય છે કે એક્સિઓમ-4 મિશન 25 જૂને શરૂ થયું હતું. જેમાં એક્સિઓમ-4 ટીમ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી અવકાશ માટે રવાના થઈ હતી. એક્સિઓમ-4 ટીમને ISS સુધી પહોંચવામાં લગભગ 28 કલાક લાગ્યા હતા.


  • Follow us on: