ભારતમાં સોફ્ટવેર એન્જિનિયરિંગને આજે પણ સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત કારકિર્દી તરીકે જોવામાં આવે છે. મોટી ટેક કંપનીમાં નોકરી, ઊંચો પગાર અને આરામદાયક જીવન આ બધું ઘણા યુવાનોનું સપનું હોય છે. પરંતુ તાજેતરમાં રશિયાથી આવેલા એક વાયરલ સમાચારએ આ માન્યતાઓને પડકાર આપી દીધો છે.


ભારતીય યુવાન

રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં 26 વર્ષીય ભારતીય યુવાન મુકેશ મંડલ હાલ રસ્તા અને જાહેર સ્થળોની સફાઈનું કામ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે મુકેશ અગાઉ સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરી ચૂક્યો છે અને માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપની સાથે પણ જોડાયેલો રહ્યો હતો. જોકે, તે સીધો માઇક્રોસોફ્ટમાં હતો કે કોઈ થર્ડ-પાર્ટી કંપની દ્વારા કામ કરતો હતો તે સ્પષ્ટ નથી.

 17 ભારતીય સફાઇ કમાદાર

મુકેશ એકલા નથી. અહેવાલો મુજબ, રશિયામાં લગભગ 17 ભારતીય નાગરિકો હાલ શેરી સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યા છે. આ લોકો અગાઉ લગ્ન આયોજન, ડ્રાઈવિંગ, આર્કિટેક્ચર અને અન્ય વ્યવસાયોમાં કાર્યરત હતા. લગભગ ચાર મહિના પહેલા તેઓ કામની શોધમાં રશિયા ગયા હતા.

રશિયામાં મજૂરોની અછત

રશિયામાં હાલ ભારે મજૂરોની મોટી અછત છે. ખાસ કરીને યુદ્ધ અને લોકસાંખ્યિક પરિસ્થિતિને કારણે ત્યાં સ્થાનિક કામદારો ઓછા પડી રહ્યા છે. પરિણામે, રશિયન કંપનીઓ વિદેશી કામદારોને મોટા પગાર અને સુવિધાઓ સાથે નોકરી આપી રહી છે. સેન્ટ પીટર્સબર્ગની એક કંપનીએ આ ભારતીયોને રહેવા, ખોરાક અને સુરક્ષા જેવી સુવિધાઓ પૂરી પાડી છે.

પગાર કેટલો ?

પગારની વાત કરીએ તો, આ સફાઈ કામદારોને દર મહિને લગભગ ₹1 લાખથી ₹1.1 લાખ સુધીનો પગાર મળે છે. ભારતીય ધોરણો મુજબ આ રકમ ઘણી સારી ગણાય છે, ખાસ કરીને આજના સમયમાં જ્યારે અનેક દેશોમાં નોકરી ગુમાવવાની ભીતિ છે. મુકેશ કહે છે કે તેમણે આ નોકરી કાયમી રીતે નહીં પરંતુ કામચલાઉ ધોરણે સ્વીકારી છે. તેમનો હેતુ થોડા સમય માટે કામ કરીને પૈસા બચાવવાનો અને પછી ભારત પરત ફરવાનો છે. તેમનું માનવું છે કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી; મહેનત અને પ્રામાણિકતા સૌથી મહત્વપૂર્ણ છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો તેને પ્રેરણાદાયક માને છે, જ્યારે કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે શું શિક્ષિત યુવાનોને આવી પરિસ્થિતિઓમાં આવવું પડે છે.

Description : (આ એક વાયરલ વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે અને વીડિયો જોયા બાદ તમને લાગશે કે મેળામાં કોઈક વસ્તુને વેચી રહેલા વ્યક્તિના પગે વળગીને બાળક સુઈ રહ્યો છે. વાયરલ વીડિયોની અમુક બહાર આવેલી વિગતો મુજબ એક પિતાના પગને વળગી બાળક સુઈ રહ્યો છે અને પિતા માટેની દુવિધા એ લાગી રહી છે કે તેના માટે બાળકની ઉંઘ કરતા વધારે રોજી રળવી મહત્વતતા ધરાવે છે... આપ પણ આપના પ્રતિભાવ આપજો વીડિયો જોઈને કે ખરેખર લાચાર કોણ ?)

આ પણ વાંચો : America સામે 31 સાથી દેશો? નાટો અને ટ્રમ્પ વચ્ચે વધતો તણાવ


  • Follow us on: