આ સમગ્ર કાર્યક્રમ હિલ્ટન હોટલ ખાતે યોજાયેલ આ હાઈ-પ્રોફાઇલ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેવાના હતા. આ ઘટનાને સુરક્ષામાં મોટી ખામી તરીકે જોવામાં આવી રહી છે. ઘટના બાદ શૂટરને પકડી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલુ છે.
આ કાર્યક્રમમાં ટ્રંપ સાથે જેડી વેન્સ અને તેમના પત્ની મેલાનિયા ટ્રંપ પણ હાજર હતા
આ કાર્યક્રમમાં ટ્રંપ સાથે જેડી વેન્સ અને તેમના પત્ની મેલાનિયા ટ્રંપ પણ હાજર હતા. યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા જણાવાયું કે ટ્રંપ, જેડી વેન્સ, મેલાનિયા ટ્રંપ અને સમગ્ર કેબિનેટને તરત જ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ગોળીબારી બૉલરૂમના ઉપરના રૂમમાં થઈ હતી
ગોળીબારી બૉલરૂમના ઉપરના રૂમમાં થઈ હતી. અવાજ સાંભળતા જ સિક્રેટ સર્વિસના જવાનો તરત જ ટ્રંપને ઘેરીને સ્ટેજ પરથી સુરક્ષિત રીતે બહાર લઈ ગયા. સામે આવેલા વીડિયોમાં દેખાય છે કે ટ્રંપ સ્ટેજ પર બેઠા હતા ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થાય છે અને સુરક્ષા કર્મચારીઓ તરત જ તેમને કવર આપે છે. ઘણા લોકો પોતાની સુરક્ષા માટે ટેબલ નીચે છુપાઈ ગયા.
ફાયરિંગના અવાજ સાથે જ હોટેલમાં અફરાતફરી મચી ગઈ
ડિનરમાં હાજર લગભગ 2,600 લોકોમાંથી ઘણા લોકોએ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો, જ્યારે વેટરો ડાઇનિંગ હોલના બીજા ભાગમાં દોડી ગયા. ફાયરિંગના અવાજ સાથે જ હોટેલમાં અફરાતફરી મચી ગઈ અને પત્રકારો તેમજ મહેમાનોને ટેબલ નીચે છુપાવું પડ્યું. સુરક્ષા એજન્સીઓએ ઝડપી કાર્યવાહી કરીને હોટેલ ખાલી કરાવ્યો અને સંદિગ્ધ હુમલાખોરને સ્થળ પરથી જ પકડી લીધો. ટ્રંપ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ટ્રંપે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે
ઘટનાના બાદ ટ્રંપે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, આજની સાંજ ડીસીમાં ખૂબ ગહન રહી. સિક્રેટ સર્વિસ અને સુરક્ષા એજન્સીઓએ ઉત્તમ કામ કર્યું. તેમણે ખૂબ બહાદુરી અને ઝડપી કામગીરી બતાવી. શૂટરને પકડી લેવામાં આવ્યો છે. મેં ભલામણ કરી છે કે કાર્યક્રમ ચાલુ રાખવો જોઈએ, પરંતુ અમે સુરક્ષા એજન્સીઓના સૂચન મુજબ આગળનો નિર્ણય લઈશું. જે પણ નિર્ણય લેવાશે, આ સાંજ અપેક્ષા મુજબ રહી નથી અને કદાચ તેને ફરી આયોજન કરવું પડશે.
આ પણ વાંચો: Iran-US Ceasefire Talks : ઈસ્લામાબાદ વાર્તા નિષ્ફળ રહી, જેડી વેન્સે કહ્યું- ઈરાને અમારી શરતો ન માની













