ઇન્ડોનેશિયામાં થોડા જ કલાકોમાં એક પછી એક આવેલા શક્તિશાળી ભૂકંપે સમગ્ર દેશમાં ભારે તારાજી સર્જી છે. શનિવારે સવારે ૭.૭ ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી શરૂ થયેલી કુદરતી આફતે સમગ્ર પ્રદેશને હચમચાવી દીધો છે, જેમાં 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આશરે 2,000 લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે.

સૌથી મોટો આંચકો

સૌથી મોટો આંચકો: શનિવારે સવારે10.28 વાગ્યે ફ્લોરેસ અને પૂર્વી ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર એન્ડે શહેરથી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 68 કિમી દૂર હતું. આ ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી.

ક્રમશઃ આંચકા: શનિવારે સાંજે 4.24 વાગ્યે 6.5ની તીવ્રતાનો અને રાત્રે 9.55 વાગ્યે ટોમિનીના અખાતમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ટોમિનીના અખાતમાં આવેલા આ ભૂકંપની ઊંડાઈ 68 કિલોમીટર ભૂગર્ભમાં હતી.
https://twitter.com/thetatvaindia/status/2088454353606824013

જાનહાનિ અને નુકસાન

સરકારી આપત્તિ એજન્સીના વડા સુહર્યંતોના જણાવ્યા અનુસાર, 38 લોકોના મોત થયા છે, બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 11 અન્યને સામાન્ય ઈજાઓ થઈ છે. નેગેકિયો રીજન્સીમાં આશરે 2,000 ગ્રામજનોએ કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે.

સ્થાનિક માળખાકીય નુકસાન: પૂર્વ નુસા તેંગારા પોલીસ વડા રૂડી ડાર્મોકોના જણાવ્યા અનુસાર, અનેક ઇમારતો ધરાશાયી થઈ છે અને રસ્તાઓ પર ભૂસ્ખલનના કારણે બચાવ કામગીરીમાં ભારે અડચણ ઊભી થઈ છે. વીજળી અને સંદેશાવ્યવહાર પ્રણાલી ખોરવાઈ જવાથી રાહત કાર્ય પ્રભાવિત થયું છે.
https://twitter.com/surajit_ghosh2/status/2088419477633503671

સરકારી રાહત અને બચાવ કામગીરી

સરકારે આ કટોકટીને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે પગલાં લીધાં છે. રસ્તાઓ બંધ હોવાને કારણે અને ટાપુઓ હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે, જેને ધ્યાનમાં રાખીને ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. આ હેલિકોપ્ટર દ્વારા આવશ્યક પુરવઠો, રાહત સામગ્રી અને તબીબી સહાય પહોંચાડવામાં આવી રહી છે તેમજ જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સતત આફ્ટરશોક્સ અને ખરાબ હવામાન વચ્ચે પણ બચાવ ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચોઃ World News: અમેરિકાની વર્જિનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 6 લોકોના મોત