અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી અમેરિકી નૌસેનાની નાકેબંધી હટાવવા અંગે એક મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પરથી પોતાની નૌસેના હટાવવા તૈયાર છે, પરંતુ તેના માટે ઈરાને એક શરત પર સહમત થવું પડશે કે તે ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયાર કે બોમ્બ બનાવશે નહીં. ટ્રમ્પે ઈરાનને આ મામલે વહેલામાં વહેલો આખરી નિર્ણય લેવા માટે પણ જણાવ્યું છે.

 તે ક્યારેય ન્યુક્લિયર વેપન નહીં બનાવે

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે, "ઈરાને એ વાત સ્વીકારવી પડશે કે તે ક્યારેય ન્યુક્લિયર વેપન નહીં બનાવે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કોઈપણ ટેક્સ કે ફી વગર તાત્કાલિક ખોલવામાં આવે જેથી બંને તરફથી જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના થઈ શકે."

ઘણી સુરંગો હટાવી દીધી

તેમણે ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં જો કોઈ દરિયાઈ સુરંગો બચી હશે, તો તેને ઈરાન તાત્કાલિક બ્લાસ્ટ કરીને નષ્ટ કરશે. અગાઉ અમેરિકાએ પોતાના અદ્યતન અંડરવોટર માઈન સ્વીપર્સ દ્વારા આવી ઘણી સુરંગો હટાવી દીધી છે.

જહાજો હવે પોતાના દેશ પરત ફરવાની તૈયારી કરી શકે

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, અમારી અભૂતપૂર્વ નૌસેના નાકેબંધી હટાવવાના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબા સમયથી ફસાયેલા જહાજો હવે પોતાના દેશ અને ઘરે પરત ફરવાની તૈયારી કરી શકે છે. આ ઉપરાંત, 11 મહિના પહેલા અમેરિકાના શક્તિશાળી B2 બોમ્બરના હુમલાને કારણે પહાડો નીચે દબાયેલી યુરેનિયમ સહિતની પરમાણુ સામગ્રીને બહાર કાઢીને નષ્ટ કરવામાં આવશે.

નાણાકીય લેવડદેવડ થશે નહીં

ટ્રમ્પના મતે આ કામ ઈરાન અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના સહયોગથી અમેરિકા જ કરશે, કારણ કે ચીન સિવાય માત્ર અમેરિકા પાસે જ આવી અદ્યતન ટેકનિકલ ક્ષમતા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આગામી સૂચના સુધી કોઈપણ નાણાકીય લેવડદેવડ થશે નહીં અને તેઓ આ અંગે અંતિમ નિર્ણય લેવા માટે સિચ્યુએશન રૂમમાં બેઠક કરવા જઈ રહ્યા છે.


આ પણ વાંચો----     Valsad : કપરાડાના મોટી પલસાણ ગામમાં તરસ છિપાવવા લોકો 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરવા મજબૂર, Video