યુદ્ધના 10 દિવસ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ નરમ પાડ્યું છે.
વાતચીત માટે તૈયાર છું: ડોનાલ્ડ ટ્ર્મ્પ
મધ્ય પૂર્વમાં અમેરિકાના ઠેકાણાઓ પર ઈરાનના બોમ્બમારાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણ નરમ પડ્યા છે. યુદ્ધના 10મા દિવસે, ટ્રમ્પે સમાધાન માટે પોતાની તૈયારી વ્યક્ત કરી છે. એક મુલાકાતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે સમાધાન અંગે ઈરાન સાથે વાટાઘાટો શક્ય છે. જોકે, બધું જ ઈરાન કઈ શરતો પર વાટાઘાટો કરવા સંમત થાય છે તેના પર નિર્ભર રહેશે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પી-3 દેશો, રશિયા, ચીન અને ફ્રાન્સે યુદ્ધવિરામ શરૂ કર્યો છે.
યુદ્ધના 10 દિવસ બાદ સમાધાન ?
ટ્રમ્પે કહ્યું, ઈરાનના નેતાઓ વાટાઘાટો માટે ઉત્સુક છે. તેઓ સતત સંપર્કમાં છે. મને વાત કરવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ બધું જ શરતો પર નિર્ભર કરે છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે તેઓ શરૂઆતથી જ સોદો કરવા માંગતા હતા, પરંતુ ઈરાન વિલંબ કરી રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારોએ તેમને ઈરાન સાથે કરાર કરવાનો માર્ગ શોધવા વિનંતી કરી છે. આ સલાહકારો કહે છે કે યુદ્ધ લંબાઈ રહ્યું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સને નુકસાન પહોંચાડી શકે છે.
યુએસ સંરક્ષણ સચિવની પ્રતિક્રિયા
આ દરમિયાન, યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટર હેગસેથે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ઈરાન મેદાનમાં એકલું છે. અમે તેના પર હુમલો કરવાનું ચાલુ રાખીશું. 11 માર્ચે ઈરાન પર વધુ શક્તિશાળી હુમલો થશે. ઈરાન યુદ્ધમાં નબળું પડી રહ્યું છે. ઈરાને અત્યાર સુધીમાં યુએસ બેઝ પર હુમલો કરવા માટે 2,000 ડ્રોન અને 500 મિસાઈલનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચોઃ આખરે કેમ Israel ફરી Beirut પર હુમલો કરવાની કરી રહ્યુ છે તૈયારી, જાણો શુ છે કારણ?
