ગુપ્ત માહિતીઓ મેળવવા માટે ઇરાનમાં ઓપરેશન ચલાવા 2.5 બિલિયન ડૉલર ખર્ચ કર્યા હતા.

સીસીટીવી કેમેરા પણ હૈક

ઇરાનમાંથી ગુપ્ત માહિતી મેળવવા માટે અમેરિકાએ સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ એજન્સીના અધિકારીઓને જમીન પર તૈનાત કર્યા હતા. તેહરાનમાં કરાયેલા હુમલામાં અલી ખામેનેઇની મોત સીઆઇએની ગુપ્ત માહિતીના કારણે થઇ હતી. સીઆઇએ તેમને ટ્રેસ કરવા માટે ઇરાનના જાહેર રસ્તાઓ પર લગાવાયેલા સીસીટીવી કેમેરા પણ હૈક કર્યા હતા. સીઆઇએનું નિરીક્ષણ એટલું તેજ હતુ કે તેમની પાસે દરેક ક્ષણની માહિતી હતી.

ટ્રમ્પે કરી હતી ગુપ્ત રિપોર્ટની પ્રશંસા

અલી ખામેનેઇની હત્યા કર્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ગુપ્ત એજન્સીના વખાણ કર્યા હતા. ટ્રમ્પે લખ્યુ હતુ કે, અલી ખામેનેઇ અમારી ગુપ્ત એજન્સીઓના ટ્રેકીગ સિસ્ટમથી બચી શક્યા ન હતા. અમેરિકાએ વિશ્વના સૌથી મોટા રાક્ષસને મારી નાંખ્યો છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે અલી ખામેનેઇના મોતને અમેરિકાની સૌથી મોટી ઉપલબ્ધી ગણાવી હતી. ઇઝરાયલે કહ્યુ હતુ કે, અલી ખામેનેઇના મોત બાદ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને નેતન્યાહૂને તેમનો મૃતદેહ બતાવવામાં આવ્યો હતો.

અમેરિકાએ કેટલો કર્યો ખર્ચ ?

વોટસન બ્રાઉન એજ્યુકેશનના લિંડા બ્રાઉને મધ્ય પૂર્વમાં અમેરિકી ઓપરેશન દ્વારા કરાયેલા ખર્ચની વિગતોનો અહેવાલ તૈયાર કર્યો છે. અમેરિકાએ ઓક્ટોબર 2023માં મધ્ય પૂર્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. આના ભાગ રૂપે, અમેરિકાએ શરૂઆતમાં ઇઝરાયલને $21.7 બિલિયનનું લશ્કરી પેકેજ પૂરું પાડ્યું હતુ. અમેરિકાએ મધ્ય પૂર્વમાં ઓપરેશન્સ માટે $12.7 બિલિયન ફાળવ્યા હતા. આ રકમ ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2025 સુધી ખર્ચવામાં આવી હતી.

ઈરાનમાં ઓપરેશન્સ માટે ફાળવણી

ઓક્ટોબર 2025થી ફેબ્રુઆરી 2026 સુધી ઈરાન ઓપરેશન પર અમેરિકા દ્વારા ખર્ચવામાં આવેલા નાણાંની રકમ હજુ સુધી જાણી શકાય નથી. નવેમ્બર 2025માં, CIAના ડેપ્યુટી ડિરેક્ટર મેરી માર્ગારેટ ગ્રેહામે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ $44 બિલિયન છે. જોકે, મેરી ગ્રેહામે ઈરાનમાં ઓપરેશન્સ માટે ફાળવવામાં આવેલી રકમનો ખુલાસો કર્યો ન હતો.

અલી ખામેનેઇ CIAના રડાર પર હતા

અલી ખામેનેઇ CIAના રડાર પર હતા. અલી ખામેનેઇ એકમાત્ર વિશ્વ નેતા હતા. જેમણે ખુલ્લેઆમ યુનાઇટેડ સ્ટેટ્સનો વિરોધ કર્યો હતો. અલી ખામેનેઇએ તેમના જીવનમાં ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લીધી ન હતી. સીઆઈએએ અલી ખામેનેઇને હિટ લિસ્ટમાં મૂક્યા હતા. ભૂતપૂર્વ સીઆઈએ એજન્ટ જોન કિરિયાકોઉએ ફેબ્રુઆરી 2026માં ખુલાસો કર્યો હતો કે, યુનાઇટેડ સ્ટેટ્સ ટૂંક સમયમાં ઈરાન પર હુમલો કરશે.

આ પણ વાંચોઃ તેલની અછતને પહોંચી વળવા માટે ભારતનો શું છે માસ્ટર પ્લાન?, જાણો