ઈરાન પાસે હાલમાં હજારથી વધુ મિસાઇલો, 50 ગુપ્ત લોન્ચર અને હજારો ડ્રોન છે. જેનો ઉપયોગ તે યુદ્ધમાં કરી શકે છે.

50 લોન્ચર ફરીથી સક્રિય

ઈરાને કહ્યુ છે કે, જો ભવિષ્યમાં યુદ્ધ ફાટી નીકળે તો તેના શસ્ત્રો ગલ્ફ દેશોને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. ઈરાન સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, બહેરીન અને સાઉદી અરેબિયાને નિશાન બનાવી રહ્યું છે. યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનના 69 ગુપ્ત લોન્ચરનો નાશ કર્યો હતો. ઈરાને આમાંથી 50 લોન્ચરને ફરીથી સક્રિય કર્યા છે અને ઉપયોગ માટે તૈયાર કર્યા છે. આ લોન્ચર સાથે, ઈરાન પાસે આશરે હજાર મિસાઇલો છે.

ઈરાન પાસે કેટલા શસ્ત્રો?

યુદ્ધ પહેલા, ઈરાન પાસે આશરે 3 હજાર બેલિસ્ટિક મિસાઈલો હોવાનું કહેવાય છે. 7 મેના રોજ, વોશિંગ્ટન પોસ્ટે ગુપ્તચર અધિકારીઓને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો. આ અહેવાલ મુજબ, ઈરાને તેની યુદ્ધ પહેલાની મિસાઈલ ક્ષમતાનો લગભગ 70 ટકા હિસ્સો પાછો મેળવ્યો છે. આનો અર્થ એ થયો કે તેની પાસે હાલમાં આશરે 2100 મિસાઈલો છે. તેવી જ રીતે, ઈરાન પાસે આશરે 100 મિસાઈલ લોન્ચર છે. જેમાંથી 50 ગુપ્ત રીતે કાર્યરત હોવાનું કહેવાય છે. ઈરાન પાસે શાહેદ ડ્રોન પણ છે. જેણે યુદ્ધ દરમિયાન ખાડી દેશોમાં ભારે વિનાશ સર્જ્યો હતો.

ચીન અને રશિયાએ ઈરાનને મદદ કરી

ચીની કંપનીઓએ ઈરાનને શસ્ત્રોના ઉત્પાદનમાં નોંધપાત્ર સહાય પૂરી પાડી છે. ઈરાનને ચીન પાસેથી શસ્ત્રોના ઘટકો મળ્યા છે. જેના કારણે ઈરાનને સસ્તા રોકેટ અને મિસાઈલોનો ભંડાર બનાવવામાં મદદ મળી છે. ચીન ઉપરાંત, ઈરાનને રશિયા પાસેથી શસ્ત્રોના ઘટકો પણ મળ્યા છે. જે બંને ઈરાનના સાથી માનવામાં આવે છે. મેના મધ્યમાં બેઇજિંગની તેમની મુલાકાત દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીને ઈરાનને શસ્ત્રો નહીં આપવાનું વચન આપ્યું હતું. જોકે, ચીને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનનો જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચોઃ TMCના સંદીપન સાહા અને ઋતબ્રત બેનર્જીની હકાલપટ્ટી, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ

  • Follow us on: