ઈઝરાયલના ઓપરેશન રાઈઝિંગ લાયનનો ઈરાને જવાબ આપવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લા ઘણા કલાકોમાં ઈઝરાયલના આકાશને હજારોની સંખ્યામાં ડ્રોન્સથી ભરી દેવામાં આવ્યું છે. ઈઝરાયલી એર ડુફેન્સ સિસ્ટમને તેને કોમ્બેટ કરવામાં ઘણી મહેનત કરવી પડી છે. 


પોતાની મારવાની ક્ષમતા માટે જાણીતા શાહેદ-136 ઈઝરાયલ તરફ જતા દેખાઈ પડી રહ્યા છે. ઈરાની ડ્રોનની એડવાન્સ ફોજ વિશે આખી દુનિયા જાણે છે. સેનાના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિનએ કહ્યું હતું કે છેલ્લા ઘણા કલાકોમાં ઈરાને ઈઝરાયલ તરફથી 100 થી વધુ ડ્રોન મોકલ્યા છે. અમારી તમામ રક્ષા પ્રણાલીઓ આ હુમલાને રોકલા માટે સક્ષમ છે. 

ઈરાન અને ઈઝરાયલ વચ્ચનો તણાવ હવે હુમલાઓમાં બદલાઈ ગયો છે. શુક્રવારે સવારે ઈઝરાયલે ઈરાનના સૈન્ય અને પરમાણુ ઠેકાણાઓ પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં રાજધાની તેહરાન સહિત મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. 

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામનેઈએ કહ્યું કે ઈઝરાયલે ઈરાનની ધરતી પર જે હુમલો કર્યો છે તેને તેની સજા ભોગવવી પડશે. ઈરાનની ન્યૂઝ એજન્સી IRNAને ખામનેઈનું નિવેદન જાહેર કરતા એ વાતની પૃષ્ટિ કરી છે કે આ હુમલામાં ઈરાનના ઘણા સૈનિકો અને સૈન્યના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોના મોત નિપજ્યા છે. તેમણએ જણાવ્યું છે કે અમારા દેશ પર કરવામાં આવેલા આ હુમલા પાછળ ઈઝરાયલનો હાથ છે. 



  • Follow us on: