ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પર હાઈપરસોનિક મિસાઈલોથી હુમલો કરીને તબાહી મચાવી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું હતું કે ઈઝરાયલ પરના હુમલા દરમિયાન હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેની દરમિયાન, ઈઝરાયલી વાયુસેનાએ પણ કહ્યું છે કે તેમણે ફરીથી તેહરાનના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે.
ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં ઈરાનના 585 લોકો મૃત્યુ પામ્યા છે
ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં ઈરાનના 585 લોકો મૃત્યુ પામ્યા છે અને 1326 લોકો ઘાયલ થયા છે. જ્યારે ઈરાનના હુમલામાં અત્યાર સુધીમાં 24 ઈઝરાયલીઓ મૃત્યુ પામ્યા છે.
ટ્રમ્પે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇ આકરા શબ્દો વખોડ્યા
બંને કટ્ટર દુશ્મનો વચ્ચે એકબીજા પર હુમલાનો તબક્કો ત્યારે શરૂ થયો જ્યારે આ યુદ્ધ અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સતત આવી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવા કહ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ Truth Social - UNCONDITIONAL SURRENDER પર મોટા બોલ્ડ અક્ષરોમાં લખ્યું.
ટ્રમ્પે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇ આકરા શબ્દો વખોડ્યા હતા અને ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે હવે અમને ખબર પડી ગઇ છે કે સુપ્રીમ લીડર ક્યાં છુપાયો છે. તે એક આસાન ટર્ગેટ છે પણ તે હાલ પૂરતો સુરક્ષિત છે. અમે તેને મારવાના નથી, ઓછામાં ઓછું હમણાં તો નહીં. પરંતુ અમે નથી ઇચ્છતા કે મિસાઇલો નાગરિકો પર હુમલો કરે અને અમેરિકન સૈનિકોને નિશાન બનાવે. અમારી ધીરજ ખૂટી રહી છે.
ઇઝરાયલી હુમલો ચાલુ છે
આ દરમિયાન, ઇઝરાયલનો તેહરાન પર બદલો લેવાનો હુમલો ચાલુ છે. IDF એ બુધવારે તેહરાનના ડિસ્ટ્રિક્ટ 18 ના રહેવાસીઓને વિસ્તાર છોડી દેવા માટે ચેતવણી જારી કરી હતી, ઇઝરાયલી સૈન્યએ કહ્યું હતું કે તે લશ્કરી માળખાને નિશાન બનાવીને આ વિસ્તારમાં કાર્યવાહી કરશે. થોડા સમય પછી, સૈન્યએ જાહેરાત કરી કે ઇઝરાયલી વાયુસેનાએ ઇરાનની રાજધાનીમાં હુમલાઓનો નવો દોર શરૂ કર્યો છે.