ટ્રમ્પે ‘ટ્રૂથ સોશિયલ’ પર નિવેદન બહાર પાડીને કહ્યું કે ખામેનેઈને ઇઝરાયલ સાથે મળીને કરવામાં આવેલા અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચરી ઑપરેશનમાં મારો લાગ્યો. તેમણે ખામેનેઈને ઈતિહાસના સૌથી ક્રૂર નેતાઓમાં ગણાવ્યો અને ઈરાની જનતાને રસ્તાઓ પર ઉતરીને પોતાના દેશ પર કબજો જમાવવા અનુરોધ કર્યો.
સેના અને પોલીસના ઘણા સભ્યો હવે લડવા ઈચ્છતા નથી
ટ્રમ્પે જણાવ્યું કે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC), સેના અને પોલીસના ઘણા સભ્યો હવે લડવા ઈચ્છતા નથી અને અમેરિકાથી માફી માંગે છે. તેમણે સેનાને સંદેશ આપ્યો કે હાલમાં શાંતિપૂર્વક સરેન્ડર કરવામાં આવે તો માફી મળશે, નહીં તો માત્ર મોતનો સામનો રહેશે.
ટ્રેકિંગ સિસ્ટમ્સના કારણે ઈરાનના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ બચી શક્યા નથી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે માત્ર ખામેનેઈનું મૃત્યુ પૂરતું નથી, પરંતુ ઈરાનની સૈન્ય શક્તિને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. બોમ્બિંગ અને સ્ટ્રેટેજિક હુમલાઓ સતત ચાલુ રહેશે, જ્યાં સુધી સ્થિતિ નિયંત્રિત ન થાય. ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેમના ગુપ્તચરી અને ટ્રેકિંગ સિસ્ટમ્સના કારણે ઈરાનના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ બચી શક્યા નથી.
વિશ્વભરના લોકોને સુરક્ષા આપવા માટે મહત્વપૂર્ણ કરાર
ટ્રમ્પે આ કામગીરીને માત્ર ઈરાન માટે ન્યાય નહીં, પરંતુ વિશ્વભરના લોકોને સુરક્ષા આપવા માટે મહત્વપૂર્ણ કરાર કર્યો છે. તેમણે જણાવ્યું કે મિડલ ઇસ્ટ અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવી તેમની મુખ્ય લક્ષ્ય છે. હવે ઈરાની જનતા પોતાના ભવિષ્યનો નિર્ણય પોતે કરી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલાઓના થોડા કલાકો બાદ આવ્યું છે, જેમાં ઈરાનના અનેક વ્યૂહાત્મક સ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેનજામિન નેતન્યાહૂએ પહેલાથી જ કહ્યું હતું કે “કઈંક સંકેતો” છે કે ખામેનેઈ હવે નથી અને તેમના કૉમ્પ્લેક્સને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યું છે. ઇઝરાયેલી સ્ત્રોતોએ દાવો કર્યો છે કે ખામેનેઈનો મતદેહ તેમના નષ્ટ થયેલા મહેલમાંથી મળી આવ્યો છે.
આ પણ વાંચો: Israel America Attack: અલી ખામેનેઈ સુરક્ષિત છે કે માર્યા ગયા?