ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ સુરક્ષિત છે કે હુમલામાં માર્યા ગયા તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. અહેવાલો મુજબ ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેમના સત્તાવાર નિવાસ અને કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
ઇરાન સામે વ્યાપક સૈન્ય હુમલો
અમેરિકા અને ઇઝરાયલે ઇરાન સામે વ્યાપક સૈન્ય હુમલો શરૂ કર્યો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અભૂતપૂર્વ તણાવ ફેલાયો છે. આ અભિયાનનો સૌથી સંવેદનશીલ પાસુ એ છે કે ઇરાનના સર્વોચ્ચ નેતા Ali Khamenei ના કાર્યાલયને સીધુ નિશાન બનાવવામાં આવ્યુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજધાની તહેરાનના મધ્ય ભાગમાં આવેલા તેમના સત્તાવાર કચેરી પર હુમલાની ખબર સામે આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
Also Read
સુપ્રીમ લીડર ખામેનેઈ તેહરાનમાં હાજર નહોતા
માહિતી મુજબ, સુપ્રીમ લીડર ખામેનેઈ તેહરાનમાં હાજર નહોતા અને હુમલા પહેલા જ તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેહરાન સહિત અનેક મોટા શહેરોમાં જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાયા. શરૂઆતના તબક્કામાં ઇરાનના સૈન્ય એકમો અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
કાર્યાલય પરિસરને પણ નિશાન બનાવાયું
પછી સમાચાર આવ્યા કે હુમલાનો વ્યાપ વધારીને સર્વોચ્ચ નેતાના કાર્યાલય પરિસરને પણ નિશાન બનાવાયું. આ પગલું પ્રતીકાત્મક અને વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ કચેરી ઇરાનની સત્તાનું કેન્દ્ર ગણાય છે. રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને પણ નિશાન બનાવ્યાની માહિતી છે, જોકે તેઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે.
તેહરાન સિવાય તબ્રિઝ, કુમ, કરજ, ખોરમાબાદ, કરમાનશાહ અને ઇલામ જેવા શહેરોમાં પણ વિસ્ફોટ
હુમલા માત્ર એક સ્થળ સુધી મર્યાદિત નહોતા. તેહરાન સિવાય તબ્રિઝ, કુમ, કરજ, ખોરમાબાદ, કરમાનશાહ અને ઇલામ જેવા શહેરોમાં પણ વિસ્ફોટોની જાણકારી મળી છે. ઇરાની મીડિયાએ પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતાના કાર્યાલય આસપાસ ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. નુકસાન અંગે સત્તાવાર વિગત હજુ જાહેર કરવામાં આવી નથી.
ઇઝરાયેલે આ કાર્યવાહી અગાઉથી આયોજનબદ્ધ અને સંકલિત અભિયાન હોવાનું જણાવ્યું છે. અમેરિકન અધિકારીઓએ સંકેત આપ્યો છે કે હુમલો હવા અને સમુદ્ર બંને માર્ગોથી કરવામાં આવ્યો. જાહેરમાં તમામ લક્ષ્યોની સંપૂર્ણ વિગતો શેર કરવામાં આવી નથી, પરંતુ વિવિધ અહેવાલોમાં સૈન્ય ઠેકાણાઓ અને ઉચ્ચ કમાન્ડરોને નિશાન બનાવ્યાની વાત કહેવામાં આવી રહી છે.
હુમલાઓ બાદ ઇરાને થોડા સમય માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે અને દેશભરમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઇરાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ હુમલાનો “કચડી નાખનાર” જવાબ આપવામાં આવશે.
આ પણ વાંચો: Pakistan Afghanistan Tensions: એરસ્ટ્રાઈક માટે ઘૂસેલા પાકિસ્તાની વિમાનને અફગાન સુરક્ષાદળોએ તોડી પાડ્યું













