ખામેનેઇ માત્ર ધાર્મિક નેતા જ નહીં, પરંતુ ઈરાનની સત્તા વ્યવસ્થામાં સૌથી શક્તિશાળી પદ પર હતા. વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, તેમના નિયંત્રણ હેઠળ અબજો ડોલરની સંપત્તિ સાથે જોડાયેલા ટ્રસ્ટ અને ફાઉન્ડેશનો હોવાનું કહેવામાં આવતું રહ્યું છે. તેમાં “સેતાદ” (Setad – Execution of Imam Khomeini’s Order) નામની સંસ્થા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે રિયલ એસ્ટેટ, ઉદ્યોગ, બેંકિંગ અને રોકાણ ક્ષેત્રોમાં કાર્યરત હોવાનું કહેવાય છે. જોકે, ખામેનેઇ અથવા ઈરાની સરકારે વ્યક્તિગત રીતે આવી વિશાળ ખાનગી સંપત્તિ હોવાની સત્તાવાર પુષ્ટિ ક્યારેય કરી નથી.

અલી ખામનેઇએ ત્રણ દાયકાથી વધુ સમય સુધી ઇસ્લામિક રિપબ્લિક પર અદ્વિતીય સત્તા વાપરી છે

અલી ખામનેઇએ ત્રણ દાયકાથી વધુ સમય સુધી ઇસ્લામિક રિપબ્લિક પર અદ્વિતીય સત્તા વાપરી છે. BBN ટાઇમ્સની રિપોર્ટ અનુસાર તેમની વ્યક્તિગત સંપત્તિ જાહેર રીતે ચકાસાયેલ (પબ્લિકલી અનવેરિફાઇડ) નથી. છતાં માનવામાં આવે છે કે તેઓ “સેતાદ” (ઇમામના આદેશને અમલમાં મૂકવાનું હેડક્વાર્ટર) જેવી સંસ્થાઓ મારફતે અંદાજે 95 અબજ ડોલરથી 200 અબજ ડોલર સુધીના વિશાળ નાણાકીય સામ્રાજ્યનું સંચાલન કરતા હતા.

ઈરાનની રાજકીય વ્યવસ્થામાં સર્વોચ્ચ નેતાની સંપત્તિ વ્યક્તિગત વારસામાં સીધી પરિવારને મળતી નથી.

આ સંપત્તિ જપ્ત કરાયેલ મિલકતો, વિવિધ રોકાણો અને રાજ્ય સાથે સંકળાયેલી સંપત્તિઓ પર આધારિત હોવાનું કહેવાય છે. જોકે, આ આંકડાઓ અંગે કોઈ સત્તાવાર અને સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

આગળનો સર્વોચ્ચ નેતા કોણ બનશે?

ઈરાનની રાજકીય વ્યવસ્થામાં સર્વોચ્ચ નેતાની સંપત્તિ વ્યક્તિગત વારસામાં સીધી પરિવારને મળતી નથી. મોટાભાગના સંસાધનો ધાર્મિક ટ્રસ્ટો, રાજ્ય નિયંત્રિત સંસ્થાઓ અથવા સર્વોચ્ચ નેતાના કાર્યાલયના નિયંત્રણ હેઠળ રહે છે. તેથી આ સંપત્તિ ખાનગી વારસાગત હસ્તાંતરણ કરતાં વધુ સંસ્થાકીય નિયંત્રણ હેઠળ જ રહે છે.

ઈરાનના બંધારણ મુજબ, નવા સર્વોચ્ચ નેતાની પસંદગી “અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ” દ્વારા કરવામાં આવે છે.

હવે પ્રશ્ન છે કે આગળનો સર્વોચ્ચ નેતા કોણ બનશે? ઈરાનના બંધારણ મુજબ, નવા સર્વોચ્ચ નેતાની પસંદગી “અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ” દ્વારા કરવામાં આવે છે. સંભાવિત નામોમાં ખામેનેઇના પુત્ર મોજતબા ખામેનેઇ અને કેટલાક વરિષ્ઠ ધર્મગુરુઓના નામ ચર્ચામાં રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય બંધારણીય પ્રક્રિયા મુજબ જ લેવાશે.

વિશેષજ્ઞો માને છે કે વાસ્તવિક શક્તિ માત્ર સંપત્તિમાં નહીં, પરંતુ તે ધાર્મિક અને રાજકીય પદમાં રહેલી છે, જે ઈરાનની સેનાથી લઈને ન્યાયપાલિકા અને નીતિગત નિર્ણયોમાં વ્યાપક પ્રભાવ ધરાવે છે. આવતા સમયમાં ઈરાનના નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Iran Israel War : IRGCએ જનરલ અહમદ વહિદીની કમાન્ડર ઇન ચીફ તરીકે પસંદગી કરી