અલી ખામેનીના મોત બાદ ઈરાને બદલો લેવો માટે હુમલો કર્યો છે. 

મિસાઈલ હુમલાનો ભય

ઈરાને ઈઝરાયલના બેઈત શેમેશ પર મોટો હુમલો કર્યો છે. આ મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં નવ લોકો માર્યા ગયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. હુમલામાં ચાર વર્ષનો બાળક ઘાયલ થયો છે. કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. બેલિસ્ટિક મિસાઈલ શહેરના રહેણાંક વિસ્તારમાં અથડાઈ હોવાના અહેવાલ છે. જેના કારણે નજીકના ઘરોને નોંધપાત્ર નુકસાન થયું છે.

ઘાયલોની સારવાર શરુ

ઘાયલોને શારે ઝેડેક મેડિકલ સેન્ટરના ટ્રોમા યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મહિલાઓને નાની ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેમને બેટ શેમેશના ટેરેમ ઇમરજન્સી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. આમાં એક 52 વર્ષીય મહિલા અને તેની 18 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. ઘાયલોમાં 60 અને 75 વર્ષની એક મહિલાનો પણ સમાવેશ થાય છે. બે બાળકો અને એક 76 વર્ષીય પુરુષને હડાસાહ ઈન કેરેમમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેય સારી સ્થિતિમાં છે અને સભાન છે. અન્ય લોકોને વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ઈરાન દુબઈ, દોહા અને મનામા પર પણ હુમલો

ઈરાને બીજા દિવસે પણ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા. ઈરાની હુમલામાં જેરુસલેમમાં 20 લોકો ઘાયલ થયા. ઈરાને દુબઈ, દોહા અને મનામા પર પણ હુમલો કર્યો. ત્રણેય સ્થળોએ વિસ્ફોટો સંભળાયા. આ પછી, દોહા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાલી કરાવવામાં આવ્યું, મુસાફરો અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા. ઇઝરાયલના અનેક શહેરોમાં સાયરન સંભળાયા છે.

આ પણ વાંચોઃ  Iran Israel War: ઈઝરાયલી રાષ્ટ્રપતિ આઈઝેક હર્ઝોગેનુ ચર્ચાસ્પદ નિવેદન, જાણો શુ કહ્યુ?

  • Follow us on: