ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના નિધન બાદ, ઈઝરાયલી રાષ્ટ્રપતિ આઈઝેક હર્ઝોગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.
મોટાભાગના મુસ્લિમ દેશો ઈરાન વિરુદ્ધ
ઈઝરાયલી રાષ્ટ્રપતિ આઈઝેક હર્ઝોગે આ નિવેદન તેલ અવીવમાં તે સ્થળનું નિરીક્ષણ કરતી વખતે આપ્યું હતું જ્યાં ગઈકાલે ઈરાની મિસાઈલ ત્રાટક્યું હતું. તેઓએ કહ્યુ હતુ કે, આપણે આ પડકારોને દૂર કરીશું અને આ યુદ્ધ જીતીશું અને આપણે મધ્ય પૂર્વ અને ઈરાન માટે એક નવા યુગની શરૂઆત કરીશું. હર્ઝોગે કહ્યું હતુ કે, ખામેનીના મૃત્યુથી ઈરાન પર અંધકાર છવાઈ ગયો છે. બધે બળવાની આગ ભભૂકી રહી છે. લોકો ગુસ્સે છે. દુનિયા બે છાવણીમાં વહેંચાયેલી છે. મોટાભાગના મુસ્લિમ દેશો ઈરાન વિરુદ્ધ છે.
રશિયા, ચીન અને ઉત્તર કોરિયા ઈરાનના પક્ષમાં
રશિયા, ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશોએ ઈરાનના સમર્થનમાં નિવેદનો જાહેર કર્યા છે અને યુએસ-ઈઝરાયલી હુમલાની નિંદા કરી છે. આ દેશોએ ઈરાન પરના હુમલાને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીને પણ આ હુમલાની નિંદા કરી છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ થવી જોઈએ.
ખામેનીના મૃત્યુ પછી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ તીવ્ર
અલી ખામેનીના મૃત્યુ પછી, ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ઈરાન બદલો લેવાની વાત કરી રહ્યું છે. દરમિયાન, ઈઝરાયલ રોકવા તૈયાર નથી. ઈઝરાયલ ફરી એકવાર ઈરાન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. પીએમ નેતન્યાહૂએ આ માટે લીલીઝંડી આપી છે. દરમિયાન, ઈરાને પણ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ખામેનીના મૃત્યુ પછી, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે તેઓ ખામેનીની હત્યાનો બદલો લેશે. પેઝેશ્કિઆને કહ્યું કે ખામેનીની હત્યાનો બદલો લેવો એ ઇસ્લામિક રિપબ્લિકનો અધિકાર અને ફરજ છે.
આ પણ વાંચોઃ પોપ લીઓ XIVની ઈરાનની પરિસ્થિતિ અંગે ચિંતા, શાંતિ માટે કરાઇ અપીલ













