ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ચોથા દિવસે આ સંઘર્ષ વધુ તેજ બન્યો છે. અહેવાલો મુજબ, ઈરાનમાં અત્યાર સુધી 787 લોકોના મોત થયા છે. અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓ પછી ઈરાને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. હવે આ યુદ્ધની અસર યુરોપ સુધી પહોંચતી જોવા મળી રહી છે.

સમુદ્રમાં આવેલું ટાપુ દેશ Cyprus

પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં આવેલું ટાપુ દેશ Cyprus હવે આ સંઘર્ષનું કેન્દ્ર બની ગયું છે. ઈરાનથી આશરે 2,000 કિલોમીટર દૂર હોવા છતાં, અહીં બ્રિટિશ વાયુસેનાના મથકો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. ખાસ કરીને અક્રોટિરી એરબેઝને નિશાન બનાવાયું હતું. આ હુમલામાં ઈરાન બનાવટના "શાહેદ" ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે.

 બ્રિટિશ સૈનિક ઠેકાણાઓને નિશાન

સાયપ્રસે જાહેર કર્યું છે કે તે આ યુદ્ધમાં સામેલ નથી, છતાં તેના વિસ્તારમાં આવેલા બ્રિટિશ સૈનિક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. સાયપ્રસ યુરોપિયન યુનિયનનું સભ્ય દેશ છે, તેથી આ હુમલો યુરોપ માટે ચિંતાજનક છે.

સાયપ્રસને એન્ટી-ડ્રોન ટેક્નોલોજી

ફ્રાન્સે પણ હવે સક્રિય ભૂમિકા લેવાનું જાહેર કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macron એ સાયપ્રસના રાષ્ટ્રપતિ Nikos Christodoulides સાથે વાતચીત કરી અને સહાય આપવાનું વચન આપ્યું. ફ્રાન્સ સાયપ્રસને એન્ટી-ડ્રોન ટેક્નોલોજી અને મિસાઈલ વિરોધી સિસ્ટમ આપશે. આ સાથે ફ્રેન્ચ યુદ્ધ જહાજ પણ તૈનાત કરી શકાય છે.

જર્મનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સીધા યુદ્ધમાં

યુરોપના દેશો જેમ કે બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સીધા યુદ્ધમાં જોડાશે નહીં, પરંતુ ઈરાનના હુમલાઓ રોકવા માટે અમેરિકા સાથે સહકાર કરશે. આથી નાટો દેશોમાં ચિંતા વધી છે કે જો હુમલાઓ ફરી થાય, તો તે નાટોના દરવાજા ખટખટાવી શકે છે. સાયપ્રસમાં બે બ્રિટિશ સૈનિક ઠેકાણા છે – અક્રોટિરી અને ઢેકેલીયા. આ ઠેકાણાઓનો ઉપયોગ મધ્ય પૂર્વમાં સૈનિક કામગીરી માટે કરવામાં આવે છે. જો ઈરાન દ્વારા અહીં વધુ હુમલા થાય, તો તે સીધા યુરોપ સામેનો પડકાર ગણાશે.

તેહરાન અને બેરૂતમાં મોટા હુમલા

આ દરમિયાન, ઈઝરાયલ અને અમેરિકાએ તેહરાન અને બેરૂતમાં મોટા હુમલા કર્યા છે. ઈરાને પણ હોર્મુઝ જળમાર્ગ બંધ કરવાની ચેતવણી આપી છે અને સાઉદી અરેબિયા, કતાર અને યુએઈમાં અમેરિકી હિતોને નિશાન બનાવ્યા છે. રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલામાં આગ લાગી હોવાના અહેવાલો છે. હવે મોટો પ્રશ્ન એ છે કે શું આ યુદ્ધ ફક્ત ઈરાન અને ઈઝરાયલ સુધી સીમિત રહેશે કે પછી તે યુરોપ અને નાટો દેશોને પણ ખેંચી લેશે? સાયપ્રસ પરનો હુમલો એ સંકેત આપે છે કે સંઘર્ષનો વ્યાપ વધતો જાય છે.

આ પણ વાંચો : Donkey farming scheme : ગધેડા ઉછેર શરૂ કરો અને મેળવો ₹50 લાખ સુધીની સરકારી સહાય, જાણો સંપૂર્ણ પ્રક્રિયા