અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahu વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને ઘણા વિશ્લેષકો માને છે કે ઈરાન પરનો આ હુમલો માત્ર સૈન્ય કાર્યવાહી નહોતો, પરંતુ રાજકીય અને વ્યૂહાત્મક ગણિતનો ભાગ હતો. ટીકાકારો કહે છે કે ટ્રમ્પનું ‘સુપરહીરો’ જેવા નેતૃત્વનું સ્વરૂપ નેતન્યાહૂએ પોતાના હિત માટે ઉપયોગ કર્યું.

ઈરાનને ઇઝરાયલ માટે સૌથી મોટો ખતરો

નેતન્યાહૂ લાંબા સમયથી ઈરાનને ઇઝરાયલ માટે સૌથી મોટો ખતરો ગણાવે છે. તેમનો દાવો રહ્યો છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને તેને રોકવા માટે કડક કાર્યવાહી જરૂરી છે. ટ્રમ્પ પણ હંમેશા કડક અને આક્રમક નીતિઓ માટે જાણીતા રહ્યા છે. આ કારણે બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે સહમતિ બનવી સ્વાભાવિક લાગી

 ઈરાન પર એક મર્યાદિત હવાઈ હુમલો

જૂન 2025માં અમેરિકા દ્વારા ઈરાન પર એક મર્યાદિત હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. તે વખતે કહેવાયું હતું કે ઈરાનની પરમાણુ સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડાયું છે. પરંતુ ઇઝરાયલે આને પૂરતું ન ગણ્યું. ત્યારબાદ પરિસ્થિતિ વધુ તંગ બની. ફેબ્રુઆરી 2026માં અમેરિકાએ “Operation Epic Fury” નામથી મોટા પાયે હુમલો કર્યો, જ્યારે ઇઝરાયલે “Operation Roaring Lion” શરૂ કર્યું. આ બંને કાર્યવાહીથી ઈરાનના સૈન્ય માળખાને ભારે નુકસાન પહોંચાડાયું.

ટોપના નેતૃત્વને નિશાન બનાવાયું હોવાના અહેવાલો

ઈરાનના સર્વોચ્ચ નેતા Ali Khamenei સહિત ટોપના નેતૃત્વને નિશાન બનાવાયું હોવાના અહેવાલો સામે આવ્યા. પરંતુ અહીંથી જ પરિસ્થિતિ વધુ જટિલ બની. અમેરિકા માનતું હતું કે નેતૃત્વ નબળું પડતાં ઈરાન શાંતિની વાતચીત માટે તૈયાર થશે. પરંતુ ઈરાને ‘સંપૂર્ણ યુદ્ધ’ જાહેર કરીને પ્રતિક્રિયા આપી.

દુનિયાનો લગભગ 20થી 30 ટકા તેલ પુરવઠો

આ સંઘર્ષનો સૌથી મોટો અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહ્યો છે. Strait of Hormuz દ્વારા દુનિયાનો લગભગ 20થી 30 ટકા તેલ પુરવઠો પસાર થાય છે. અહીં અસ્થિરતા વધતા તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાડી દેશોમાં તણાવ વધ્યો છે અને યુરોપ તથા એશિયાના બજારો પર સીધી અસર પડી રહી છે.

અમેરિકામાં પણ આ મુદ્દે ભારે ચર્ચા

અમેરિકામાં પણ આ મુદ્દે ભારે ચર્ચા છે કે શું ટ્રમ્પ પર ઇઝરાયલનું દબાણ હતું? કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે કે ટ્રમ્પને ઐતિહાસિક નિર્ણય લેવાનો મોકો બતાવીને મનાવવામાં આવ્યા. તેમને વિશ્વના સૌથી કઠોર વિરોધીને હરાવનાર નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા. પરંતુ ઇતિહાસ બતાવે છે કે મધ્યપૂર્વમાં શરૂ થયેલા યુદ્ધો સરળતાથી પૂરા થતા નથી. વિયેતનામ, ઇરાક અને અફઘાનિસ્તાન જેવી ઘટનાઓ બતાવે છે કે સૈન્ય શક્તિ હંમેશા રાજકીય ઉકેલ લાવી શકતી નથી. ઈરાન સાથેનો આ સંઘર્ષ પણ લાંબો ખેંચાઈ શકે છે.

એક મોટો પ્રશ્ન ઉભો

આ સમગ્ર ઘટનાક્રમે એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે – શું આ યુદ્ધ ખરેખર સુરક્ષા માટે છે કે રાજકીય પ્રતિષ્ઠા માટે? ટ્રમ્પ અને નેતન્યાહૂની રાજકીય સમજણ અને વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાએ વિશ્વને ફરી એક અનિશ્ચિત ભવિષ્ય તરફ ધકેલી દીધું છે.

આ પણ વાંચો : Iran Israel war : ઈરાનનો ડ્રોન પ્રહાર, નાના સમુદ્રી રાષ્ટ્રને બનાવ્યું નિશાન