પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સીધો સંઘર્ષ હવે માત્ર પ્રાદેશિક રહ્યો નથી, પરંતુ તેમાં અમેરિકાની સક્રિય ભૂમિકાને કારણે તે વૈશ્વિક યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલા અને તેના જવાબમાં ઈઝરાયલની આક્રમક રણનીતિએ વિશ્વના દેશોને ચિંતામાં મૂકી દીધા છે.
અમેરિકા ઇઝરાયલ સાથે
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવમાં અમેરિકા સ્પષ્ટ રીતે ઇઝરાયેલની બાજુએ જોવા મળે છે. તેમ છતાં, અમેરિકા હાલ ઈરાન સામે સંપૂર્ણ કડક વલણ અપનાવી રહ્યું નથી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ના સમયમાં ઈરાન સાથે પરમાણુ કરાર અંગે ચર્ચા ચાલી રહી હતી. બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ ચૂકી છે અને આગળની બેઠક ઓમાનમાં યોજાવાની હતી, પરંતુ હાલ પરિસ્થિતિ અનિશ્ચિત બની ગઈ છે. અગાઉ અમેરિકા ઇઝરાયેલને સાવચેતી રાખવા પણ સૂચન કરી ચૂક્યું હતું, પરંતુ માનવામાં આવે છે કે ઇઝરાયેલની કાર્યવાહી પાછળ અમેરિકાનો પરોક્ષ આધાર હોઈ શકે છે.
સાઉદી અરેબિયા ઈરાન સાથે પણ…
Saudi Arabiaએ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તાજેતરમાં વધેલા તણાવ અને પરસ્પર હુમલાઓ અંગે ઈરાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. તેમ છતાં, સાઉદી અરેબિયાએ ખુલ્લેઆમ ઇઝરાયેલનો વિરોધ કર્યો નથી અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. જો સંઘર્ષ વધુ વિકરાળ બને તો સાઉદી અરેબિયા કઈ દિશામાં ઉભું રહેશે તે મહત્વનું બનશે. અત્યાર સુધી ઈરાન-ઇઝરાયેલ મુદ્દે સાઉદીનો અભિગમ સામાન્ય રીતે તટસ્થ રહ્યો છે અને તે બંને પક્ષોને શાંતિ અને સંયમ જાળવવાની સલાહ આપતું આવ્યું છે.
રશિયા શાંતિના પક્ષમાં છે, પરંતુ અમેરિકા સાથે મતભેદ ધરાવે છે
ભારતના નજીકના મિત્ર દેશોમાં રશિયાનો પણ સમાવેશ થાય છે. હાલ રશિયા ઈરાનને સમર્થન આપતો દેખાઈ રહ્યો છે, જોકે વ્લાદિમીપ પુતિનની સરકાર આ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન લાવવા ઈચ્છે છે. બીજી તરફ United States સ્પષ્ટ રીતે ઇઝરાયેલના પક્ષમાં છે, તેથી માનવામાં આવે છે કે અમેરિકા સાથેના મતભેદોને ધ્યાનમાં રાખીને રશિયા ઈરાન તરફ ઝુકી શકે છે.
ફ્રાંસ તટસ્થ
ફ્રાન્સ હાલમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવ માટે બંને દેશોને જવાબદાર માનતો છે, પણ તેનો ઝુકાવ મુખ્યત્વે ઇઝરાયેલની તરફ છે. ફ્રાંસે ઈરાનને અપીલ કરી છે કે તે મુદ્દો ઉકેલવા માટે તરત અમેરિકા સાથે વાતચીત કરે. ઈરાન દ્વારા ઇઝરાયેલ પર હુમલાના પગલે ફ્રાંસને પણ ચેતવણી મળતાં, વિશ્લેષકો માનતા છે કે જો સંઘર્ષ વધે તો ફ્રાંસ ઇઝરાયેલના પક્ષમાં ઊભું રહી શકે છે.
કતાર ઇઝરાયલનો વિરોધ કરે છે
Qatarએ ઈરાન સાથે વધતા તણાવ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યો છે. કતાર પોતાને શાંતિના પક્ષમાં દેખાડવાની કોશિશ કરી રહ્યું છે. જો સંઘર્ષ આગળ વધે, તો જોવાનું રોમાંચક રહેશે કે કતાર ઈરાનનો સમર્થન કરે છે કે સાઉદી અને ભારતની જેમ તટસ્થ રહે છે.
આ પણ વાંચો - Iran Israel War : યુદ્ધમાં હવે ઇરાકની એન્ટ્રી, અમેરિકી બેઝ પર કર્યો એટેક, ખોમેનઇના મોતના પડઘાં ભારતમાં પણ!










