મધ્ય પૂર્વમાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેણે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. અમેરિકા અને ઈઝરાયેલના ઈરાન પરના ભીષણ સંયુક્ત હુમલા બાદ હવે યુદ્ધની જ્વાળાઓ પાડોશી દેશોમાં પણ ફેલાઈ રહી છે. આ ઘટનાક્રમમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઈરાની રાજ્ય મીડિયાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું કે તેમના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇનું અમેરિકી-ઈઝરાયેલ હુમલામાં મોત થયું છે.


આ યુદ્ધમાં હવે ઇરાક પણ પડ્યું

શનિવારે વહેલી સવારે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આને મોટી લશ્કરી કાર્યવાહી ગણાવી છે. આ હુમલાના જવાબમાં ઈરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાની સેનાએ ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા છે. આ યુદ્ધમાં હવે ઈરાક પણ હોમાયું છે, જ્યાં કુર્દીસ્તાનમાં આવેલા યુએસ બેઝને નિશાન બનાવવામાં આવ્યો છે.

રાજદ્વારી નિષ્ફળતા અને નવા સમીકરણો

ચોંકાવનારી વાત એ છે કે આ હુમલા ત્યારે થયા જ્યારે જીનીવામાં ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે ત્રીજા રાઉન્ડની વાતચીત ચાલી રહી હતી. શનિવારે આ મંત્રણાનો નવો રાઉન્ડ યોજાવાનો હતો, પરંતુ ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીએ રાજદ્વારી ઉકેલની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વડાપ્રધાન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને અજેય બનતા રોકવા માટે આ હુમલો અનિવાર્ય હતો.

વૈશ્વિક પડઘા અને ભારતમાં વિરોધ

આ યુદ્ધની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નથી રહી. ઈરાનને યમનના હૂતી બળવાખોરો અને લેબનોનના હિઝબુલ્લાહનો સાથ મળી રહ્યો છે, જ્યારે ઈઝરાયલની પાછળ અમેરિકા મક્કમતાથી ઉભું છે. ભારત જેવા દેશોમાં પણ આના ઘેરા પડઘા પડ્યા છે. શ્રીનગરના લાલ ચોક ખાતે કાશ્મીરી શિયા મુસ્લિમોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ખામેનીની હત્યા વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચોઃ Iran Israel War : ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનો ઇઝરાયલ પ્રવાસ રદ્દ

  • Follow us on: