ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન Israel Katz એ જાહેરાત કરી છે કે સેનાને લેબનોનમાં વધુ અંદર સુધી આગળ વધવા અને વધારાના વ્યૂહાત્મક સ્થળો પર નિયંત્રણ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ વિસ્તારમાં સુરક્ષા સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ છે.

 “Operation Roar of the Lion”

હાલમાં ઇઝરાયલ દ્વારા “Operation Roar of the Lion” નામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ Israel Defense Forces (IDF)ની 91મી ડિવિઝનના સૈનિકો દક્ષિણ લેબનોનમાં સક્રિય કામગીરી કરી રહ્યા છે. સેનાનું મુખ્ય લક્ષ્ય હિઝબુલ્લાહના આતંકવાદી માળખાને નષ્ટ કરવું અને ઇઝરાયલની ઉત્તર સરહદને વધુ સુરક્ષિત બનાવવાનું છે.

IDF દ્વારા શું જણાવામાં આવ્યું

IDF દ્વારા જણાવાયું છે કે તેઓ ઉત્તર ઇઝરાયલના રહેવાસીઓ માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે. તેમાં સંભવિત જોખમોને દૂર કરવી, સરહદ પર ઘૂસણખોરી અટકાવવી અને હિઝબુલ્લાહના કેમ્પ અને હથિયાર ભંડાર પર ચોક્કસ હુમલા કરવાનો સમાવેશ થાય છે.

તાજેતરના ડ્રોન હુમલાની જવાબદારી

બીજી તરફ, Hezbollah એ ઇઝરાયલ પર થયેલા તાજેતરના ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી છે. IDFના જણાવ્યા અનુસાર, લેબનોન તરફથી આવતા બે ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ અથવા મોટી નુકસાનની માહિતી સામે આવી નથી.

 Mount Meron ખાતે આવેલા ઇઝરાયલી એર ટ્રાફિક

હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે Mount Meron ખાતે આવેલા ઇઝરાયલી એર ટ્રાફિક કંટ્રોલ બેઝ અને Ramat David Airbaseને નિશાન બનાવ્યા હતા. ઉપરાંત, ગોલાન હાઇટ્સ વિસ્તારમાં IDF બેઝ પર પણ સવારે રોકેટ હુમલો કરવામાં આવ્યો હોવાનું સંગઠને જણાવ્યું છે.

સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં અસ્થિરતા

વિશ્લેષકોનું માનવું છે કે આ વધતા હુમલા અને પ્રતિહુમલાઓના કારણે સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં અસ્થિરતા વધી શકે છે. ઇઝરાયલનો દાવો છે કે તે માત્ર આત્મરક્ષા માટે પગલાં લઈ રહ્યું છે, જ્યારે હિઝબુલ્લાહ ઇઝરાયલની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યો છે.

 આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ચિંતિત

આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ચિંતિત છે. જો તણાવ વધતો રહેશે તો તે વિશાળ સંઘર્ષનું રૂપ લઈ શકે છે. હાલમાં બંને પક્ષો પોતાની સુરક્ષા મજબૂત કરવા અને સૈન્ય તૈયારીઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી રીતે વિકસે છે તે પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

આ પણ વાંચો : Green Jobs : ગ્રીન જોબ્સ શું છે? 2030 સુધી ભારતમાં 3.4 મિલિયન ગ્રીન જોબ્સ!