મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનની વચ્ચે ચાલી રહેલા સૈન્ય યુદ્ધને કારણે સ્થિતિ ખુબ જ ભયાનક બની ગઈ છે. ત્યારે ઈરાને અમેરિકાના યુદ્ધ જહાજ પર મોટો હુમલો કર્યો છે. ઈરાને અમેરિકી સેનાના મોટા યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનને નિશાનો બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. આ એ જ યુદ્ધજહાજ છે, જેનો ઉપયોગ અમેરિકાએ ઈરાન પર હુમલો કરવા માટે કર્યો હતો.
અમેરિકાએ હજુ સુધી નથી આપી પ્રતિક્રિયા
ઈરાને દાવો કર્યો છે કે 'ઓપરેશન ટૂ પ્રોમિસ 4' હેઠળ ઈરાનની સેનાઓએ અમેરિકી-ઈઝરાયેલી ટાર્ગેટ પર કાર્યવાહી કરી છે. આ દરમિયાન અમેરિકી યુદ્ધજહાજ કેરિયર અબ્રાહમ લિંકનને 4 બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યું છે. જો કે આ દાવાને લઈને અમેરિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
પહેલા ઈરાને ખાડી ક્ષેત્રમાં હુમલા કર્યા
ઉલ્લેખનીય છે કે સેના હવે સંઘર્ષના નવા ચરણમાં પ્રવેશ કરી ચૂકી છે અને જમીન અને દરિયા બંને તરફથી હુમલા વધુ તીવ્ર કરવામાં આવશે. આ પહેલા ઈરાને ખાડી ક્ષેત્રમાં હુમલા કર્યા. ઈરાન પોતાના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતનો બદલો લેવા માટે આ હુમલો કરી રહ્યું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડસે રવિવારે એક મોટો હુમલો કરવાની જાહેરાત કરી છે. રિયાદ, દુબઈ, અબૂ ધાબી, દોહા, મનામા, યરૂશલમ અને તેલ અવીવમાં બ્લાસ્ટના અવાજો સંભળાયા છે. ઈઝરાયેલી રાહત સેવાઓના જણાવ્યા મુજબ મિસાઈલ હુમલામાં 4 લોકોના મોત થયા છે.
40 સીનિયર કમાન્ડરને ખતમ કરી દેવામાં આવ્યા
ઈઝરાયેલે ખામનેઈનીના મોતને પ્રથમ પગલું ગણાવ્યું છે. સૈન્ય પ્રવક્તા લેફ્ટિનન્ટ કર્નલ નદાવ શોશાનીએ કહ્યું કે સંયુક્ત અભિયાનમાં એક જ મિનિટમાં બે અલગ અલગ જગ્યાઓ પર જે ઈઝરાયેલથી હજારો માઈલ દૂર હતી. 40 સીનિયર કમાન્ડરને ખતમ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખામેનેઈ પણ સામેલ હતા.
આ પણ વાંચો : Iran Israel War : અમેરિકા-ઇઝરાયલ હુમલા બાદ ખામેનીના મોત પર ચીન-રશિયા ભડક્યા