મોજતબા ખામેનેઇનું નવુ નામ હવેથી રહબર એંઘેલાબ રહેશે.

સત્તાવાર નામ જાહેર

રહબર એંઘેલાબનો અર્થ જાહેર કરતા મોજતબા ખામેનેઇએ જણાવ્યુ છે કે, એંઘેલાબનો અર્થ છે ક્રાંતિ. અને રહબરનો અર્થ છે માર્ગદર્શન કરનાર નેતા. સુપ્રીમ નેતા બન્યા બાદ મોજતબા ખામેનેઇએ છ ભાષામાં અકાઉન્ટ તૈયાર કર્યા છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ હવે સત્તાવાર રીતે વિશ્વભરમાં રહબર એન્ગેલાબ તરીકે ઓળખાશે. તેમના પહેલા સંબોધન પછી સોશિયલ મીડિયા પર તેમનું સત્તાવાર નામ જાહેર થયુ હતું.

મોજતબા ખામેનેઇનું પ્રથમ સંબોધન

આ સત્તાવાર હેન્ડલ દ્વારા મોજતબા ખામેનેઇએ તેમનું પહેલું સંબોધન પણ બહાર પાડ્યું હતું. જેમાં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સામે યુદ્ધ ચાલુ રહેવાની જાહેરાત કરી હતી. મોજતબા ખામેનેઇ પહેલા આયાતુલ્લાહ અલી ખામેનેઇ ઈરાનના સર્વોચ્ચ નેતા હતા. તેમનું સત્તાવાર સોશિયલ મીડિયા નામ ખામેનેઇની ઈરાન હતું. ખામેનેઇની તેમના નિવેદનો જાહેર કરવા માટે આ હેન્ડલનો ઉપયોગ કરતા હતા.

રહબર એન્ગેલાબનો અર્થ શું ?

ઈરાની લેખિકા હન્ના દરાબીના મતે, એન્ગેલાબ એક ફારસી શબ્દ છે જેનો અર્થ પરિવર્તન અથવા ક્રાંતિ થાય છે. 1979ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન ઈરાનમાં આ શબ્દ ગુંજતો હતો. તેહરાનમાં તે સમયે જ્યાં સૌથી ભયંકર વિરોધ પ્રદર્શનો થયા હતા તેનું નામ એન્ગેલાબ સ્ટ્રીટ હતું. રેહબરનો અર્થ માર્ગદર્શક અથવા નિર્દેશક. રેહબર એન્ગેલાબનો અર્થ ક્રાંતિનું માર્ગદર્શન કરનાર નેતા થાય છે. મોજતબાએ છ ભાષાઓમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા છે. બે દિવસમાં, તેમના એકાઉન્ટમાં દસ લાખથી વધુ ફોલોઅર્સ થયા છે.

આ પણ વાંચોઃ  ભારતના ખાડી દેશ સાથેના સારા સંબંધો ભારતીય વિદ્યાર્થીઓની વાપસી દરમિયાન થયા મદદરૂપ

  • Follow us on: