Iranના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને BRICS સમિટમાં કહ્યું કે, ટકાઉ સુરક્ષા માટે રાષ્ટ્રીય સંપ્રભુતાનું સંપૂર્ણ સન્માન જરૂરી છે. તેમણે કહ્યું કે એવી વ્યવસ્થાને નકારી દેવી જોઈએ, જેમાં કેટલાક દેશો માટે સુરક્ષા અને અન્ય દેશો માટે અસુરક્ષા હોય.

પડોશી દેશો સામે ખતરો ઉભો ન કરવો જોઈએ

પેઝેશ્કિયાને કહ્યું કે, દેશોના વિસ્તારનો ઉપયોગ તેમના પડોશી દેશો સામે ખતરો ઊભો કરવા માટે થતો અટકાવવો એક અડગ સિદ્ધાંત છે. તેમણે કહ્યું કે BRICSએ નાગરિક માળખા અને શાંતિપૂર્ણ પરમાણુ મથકો પર થતા હુમલાને સામાન્ય માનવાની પ્રવૃત્તિ સામે ઊભા રહેવું જોઈએ.

https://twitter.com/Iran_in_India/status/2098730583677649304

શાંતિપૂર્ણ પરમાણુ મથકોને હુમલાથી બચાવવા જોઈએ

ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે શાંતિપૂર્ણ પરમાણુ મથકોને હુમલા અને ધમકીઓથી બચાવવા જોઈએ. તેમણે એકતરફી અને અમાનવીય પ્રતિબંધોનો સામનો કરવા માટે વ્યવહારિક પગલાં લેવા BRICS દેશોની પ્રાથમિકતા હોવી જોઈએ તેમ જણાવ્યું.

BRICSએ ન્યાયનો અવાજ બનવું જોઈએ

મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે BRICSએ ન્યાયનો અવાજ બનવું જોઈએ. તેમણે કહ્યું કે BRICS દેશોની જવાબદારી છે કે તેઓ નાગરિક માળખા અને શાંતિપૂર્ણ પરમાણુ મથકો પર થતા હુમલાને સામાન્ય બનાવવાની વિરુદ્ધ ઊભા રહે. કારણ કે આ મથકો સામે કોઈપણ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો છે. પેલેસ્ટાઈનના મુદ્દે પેઝેશ્કિયાને કહ્યું કે પેલેસ્ટાઈની લોકોના આત્મનિર્ણયના અધિકારને જાળવી રાખવો વૈશ્વિક શાસનની વિશ્વસનીયતા અને કાયદેસરતાની ગંભીર કસોટી છે. તેમણે કહ્યું કે આ મામલે BRICSએ સક્રિય ભૂમિકા ભજવવાની જરૂર છે.

આ પણ વાંચો: ઝેલેન્સ્કી પુતિનને મળવા તૈયાર, G20 સમિટમાં થઈ શકે બંનેની મુલાકાત