અલી ખામેનેઇએ ઇરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. કહેવાય રહ્યુ છે કે, આ એક વ્યૂહાત્મક પગલું છે.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સમગ્ર મામલે સક્રિય
અમેરિકન આઉટલેટ સીએનએન અનુસાર, ખામેની બીમાર છે અને તેમણે વિરોધ પ્રદર્શનો પર કોઈ ટિપ્પણી ન કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને ઈરાનમાં વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પેઝેશ્કિયાન પોતે સમગ્ર મામલે સક્રિય છે. ઈરાનીઓ માને છે કે અમેરિકા અને ઇઝરાયલ સાથે સીધા યુદ્ધ પછી આ મુશ્કેલ સમય છે. ખામેની છેલ્લી જાહેર હાજરી 25 ડિસેમ્બરે હતી. તેમણે અનેક અગ્રણી ઈરાની ધર્મગુરુઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ, ખામેનીએ નાતાલનો સંદેશ આપ્યો હતો.
ઈરાનમાં અનુગામી વિશે ચર્ચા તીવ્ર
વિરોધ વચ્ચે, સુપ્રીમ લીડરના અનુગામી વિશે ચર્ચા તીવ્ર બની છે. નિષ્ણાતોને ટાંકીને અહેવાલ આપે છે કે બે લોકો રેસમાં આગળ છે ખામેનીના પુત્ર, મોજતબા ખામેનીએ અને ઈરાનની ઇસ્લામિક ક્રાંતિના સ્થાપક ખોમેનીના પૌત્ર હુસૈન ખોમેનીએ. અંતિમ જાહેરાત ખામેનીએ કરશે. ઈઝરાયલ યુદ્ધ દરમિયાન, સમાચાર આવ્યા કે ખામેનીએ એક નામને મંજૂરી આપી હતી. જો કે, તે સમયે વિગતો જાહેર કરવામાં આવી ન હતી. ઈરાનમાં, સુપ્રીમ લીડર પાસે બધી સત્તા છે.
ઈરાનમાં વિરોધ પ્રદર્શનો સરકાર પર તણાવ
ઈસ્લામિક ક્રાંતિ પછી આ પહેલી વાર છે જ્યારે ઈરાનમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે, ઈરાની સેના પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરી રહી છે. ગોળીબારમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. ઈરાની સરકારે આને એક મોટું કાવતરું ગણાવ્યું છે. સરકાર કહે છે કે સરકારને ઉથલાવવા માટે બહારથી કાવતરું ચાલી રહ્યું છે. અમે રાષ્ટ્રીય એકતા જાળવવા માટે કડક પગલાં લઈશું.
આ પણ વાંચોઃ Pakistan News: પાડોશી દેશમાં શોધાયો તેલ અને ગેસનો ભંડાર, શહબાઝ શરીફે ગણાવી મોટી ઉપલબ્ધી
