અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ઈરાને સદંતર ફગાવી દીધા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પોતાનો સંવર્ધિત (Enriched) યુરેનિયમનો જથ્થો કોઈ પણ ત્રીજા દેશને સોંપશે નહીં. ઈરાનના વિદેશ મંત્રાલયે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે યુરેનિયમ એ દેશની સાર્વભૌમત્વનું પ્રતીક છે અને તેની રક્ષા ઈરાન પોતાની પવિત્ર માટીની જેમ કરશે.


ટ્રમ્પના દાવાને ગણાવ્યો 'ખોટો'

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમમાંથી પાછળ હટવા અને યુરેનિયમ સ્ટોક અમેરિકા કે અન્ય કોઈ દેશને સોંપવા તૈયાર થયું છે. આના જવાબમાં ઈરાની પ્રવક્તા ઈસ્માઈલ બાગાઈએ કહ્યું કે, "આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. અમે કોઈ પણ બાહ્ય દબાણ હેઠળ અમારા પરમાણુ અધિકારો સાથે સમાધાન કરીશું નહીં."

પરમાણુ અધિકાર પર કોઈ બાંધછોડ નહીં

ઈરાને ભારપૂર્વક જણાવ્યું છે કે શાંતિપૂર્ણ હેતુઓ માટે યુરેનિયમ સંવર્ધન કરવું એ તેમનો કાનૂની અધિકાર છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા ફેલાવવામાં આવતા આવા સમાચાર માત્ર મનોવૈજ્ઞાનિક યુદ્ધનો એક ભાગ છે. જો અમેરિકા તેની નાકાબંધી ચાલુ રાખશે, તો ઈરાન  ફરીથી બંધ જ રાખશે હોર્મુઝ જળમાર્ગ

વધતું જતું તણાવ

એક તરફ ટ્રમ્પ કાયમી કરાર ન થવાની સ્થિતિમાં યુદ્ધવિરામ ન વધારવાની ધમકી આપી રહ્યા છે, બીજી તરફ ઈરાન પોતાની જીદ પર અડગ છે. વિશ્લેષકોનું માનવું છે કે ઈરાનનું આ નિવેદન આગામી રાજદ્વારી વાટાઘાટોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો સંકેત છે.

આ પણ વાંચો: USA-Iran Conflict: હોર્મુઝ-યુરેનિયમ પર ટ્રમ્પના હવાતિયાં,ઈરાને કહ્યું ખોટા દાવાથી અમેરિકાને કંઈ હાંસલ થશે નહીં

  • Follow us on: