અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાને લઈને અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.. 22 એપ્રિલે સીઝફાયર પૂર્ણ થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલા ઈરાને કડક વલણ અપનાવતા અમેરિકા સાથેની મંત્રણામાં જોડાવાનો ઈનકાર કર્યો હતો. ઈરાનનું કહેવું છે કે તે કોઈ પણ પ્રકારની ધમકી કે દબાણ હેઠળ સમજૂતીની ટેબલ પર નહીં બેસે.


નવા પત્તા ખોલશે ઈરાન

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, અમેરિકા વાતચીતને 'સરન્ડરની ટેબલ' બનાવવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો સ્થિતિ વધુ બગડશે તો ઈરાન યુદ્ધના મેદાનમાં 'નવા પત્તા' બતાવશે, જે અમેરિકા માટે ભારે પડી શકે છે.

ટ્રમ્પની ધમકી અને અવિશ્વાસની ખાઈ

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો સમજૂતી નહીં થાય તો ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરવામાં આવશે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશકિયાને આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "અમેરિકા પર ભરોસો કરવો શક્ય નથી. તેઓ વચનો નિભાવવાને બદલે દબાણની રાજનીતિ કરી રહ્યા છે."

ઇસ્લામાબાદ વાટાઘાટો પર સસ્પેન્સ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાનારી આ બેઠક પર હવે જોખમ મંડરાયું હતું.પરંતુ તુર્કી, પાકિસ્તાનના તબાણને લઈને ઈરાન મંત્રણા માટે તૈયાર થયું હતું.ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકી ટીમ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ જશે, પરંતુ ઈરાને પહેલા આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ફોન પર વાત કરી અમેરિકાના ઉશ્કેરણીજનક પગલાં અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Tehran Islamabad Talk: ઇરાનને મનાવવા માટે પાકિસ્તાનના પ્રયાસ યથાવત્, જાણો ઈસ્લામાબાદમાં કેવો છે માહોલ?




  • Follow us on: