લડાકૂ વિમાનના કાટમાળની તપાસ કરતા તેના પરથી બ્રિટેનના લેકનહીથ એયરબેસના નિશાન જોવા મળ્યા છે.
ઇરાન બન્યુ આક્રમક
આ એયરબેસ અમેરિકી વાયુસેના માટે બ્રિટેનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. હાલમાં વિમાનના પાયલટ અને મિશન વિશે કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. આ અગાઉ 19 માર્ચના રોજ ઇરાને અમેરિકી F-35A ફાઇટર જેટને તોડી પાડવાની વાત સ્વીકારી હતી. આ સાથે જ તેઓએ એયરક્રાફ્ટને ભારે નુકસાન થવાની વાત પણ કરી હતી. આ હુમલામાં પાયલોટને ઇજા થઇ હતી. બાદમાં મિડિલ ઇસ્ટમાં એક યુએસ એયરબેસ પર સફળતાપૂર્વક ઇમરજન્સી લેન્ડીંગ કર્યુ હતુ.
ઇરાને ફોટો કર્યા હતા જાહેર
ઇરાને આ વખતે F-35 તોડી પાડ્યાના ઘણા ફોટો જાહેર કર્યા છે. કારણ કે, ઇરાનના ભૂતકાળના દાવા અમેરિકાએ ફગાવી દીધા હતા. ઇરાનની ખાનગી એજન્સીએ જણાવ્યુ હતુ કે, ક્રેશ બાદ થયેલા બ્લાસ્ટના કારણે પાયલોટની સજીવન રહેવાની શક્યતા નહીવત છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ પોસ્ટ પર તુરંત કોઇ જવાબ આપ્યો ન હતો. પરંતુ IGRCના અગાઉના દાવાને ખોટા સાબિત કર્યો હતો. અને જણાવ્યુ હતુ કે, તેણે અમેરિકી ફાઇટર જેટને તોડી પાડ્યુ છે.
અમેરિકાએ યુદ્ધમાં કેટલા વિમાન ગુમાવ્યા ?
આ યુદ્ધમાં અમેરિકાએ કુલ 16થી20 સેના વિમાન-ડ્રોન ગુમાવ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર અમુક જ ઇરાનની સીધી કાર્યવાહી સામે ધ્વસ્ત થયા હતા. બાકીના ફ્રેંડલી ફાયરમાં પડ્યા હતા. ઇરાને 9થી12 સુધી MQ-9 Reaper ડ્રોન્સ તોડી પાડ્યા હતા. તો આ તરફ, ઇરાને બે F-35 તોડી પાડવાનો દાવો કર્યો છે. જેમાંથી એક CENTCOMએ ફગાવ્યો હતો. અને અન્ય દાવા ઇરાન તરફથી કરવામાં આવ્યા હતા. જેને અમેરિકાએ ફગાવ્યા હતા. તો બીજી તરફ, F-15E Strike Eagleના 3 વિમાન કુવૈતના એયર ડિફેન્સથી ફ્રેન્ડલી ફાયરમાં પડ્યા હતા.
આ પણ વાંચોઃ Raghav Chadha: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા કેમ ધકેલાયા હાંસિયામાં, જાણો શું છે કારણ?
