ઈરાની દળોએ જોર્ડનમાં ઓછામાં ઓછા 20 અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેના કારણે અમેરિકાને નુકસાન થયું છે.
IRGCના નિવેદનથી તપાસની દિશા બદલાઈ
તેહરાનના જણાવ્યા અનુસાર, જોર્ડનની સેનાએ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડને અમેરિકન ઠેકાણાઓ વિશે ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. ગુપ્ત માહિતી બાદ, ઈરાને આ ઠેકાણાઓ પર શ્રેણીબદ્ધ ડ્રોન હુમલા શરૂ કર્યા. હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈરાને જોર્ડનમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર જે રીતે હુમલા કર્યા તેનાથી અમેરિકા ચોંકી ગયું છે. અમેરિકા માનતું હતું કે આ હુમલો ચીની ગુપ્ત માહિતી પર આધારિત હતો, પરંતુ હવે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના નિવેદનથી તપાસની દિશા બદલાઈ ગઈ છે.
2 સૈનિકોના મોત, 1 ગુમ
જોર્ડન પર ઈરાની હુમલામાં બે સૈનિકોના મોત થયા હોવાનું કહેવાય છે, જ્યારે એક ગુમ છે. અમેરિકાએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. અગાઉ, ઈરાકમાં ઈરાની હુમલામાં એક અમેરિકન સૈનિકનું મોત થયું હતું. અત્યાર સુધીમાં, યુદ્ધમાં આશરે 20 યુએસ સૈનિકો માર્યા ગયા છે.
ઇરાની હુમલામાં મોટુ નુકસાન
દરમિયાન, કુવૈત, કતાર અને બહેરીનમાં યુએસ લશ્કરી થાણાઓ નાશ પામ્યા છે. સેટેલાઇટ છબીઓના આધારે વોશિંગ્ટન પોસ્ટની તપાસ મુજબ, ગલ્ફ અને પશ્ચિમ એશિયામાં યુએસ લશ્કરી થાણાઓ પર ઓછામાં ઓછા 228 માળખા અને લશ્કરી સાધનોને ઈરાની હુમલામાં નુકસાન થયું છે અથવા નાશ પામ્યા છે.
આ પણ વાંચોઃ 1994 બેચના IPS, નીરવ મોદી કેસના તપાસ અધિકારી અનુરાગ ધનખડની કારકિર્દી વિશે જાણો
