આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું હતું કે, ઈરાન યુદ્ધે વૈશ્વિક અર્થતંત્ર ધીમું પાડ્યું. 2026 માટે વૃદ્ધિ દર 3.4% થી ઘટાડીને 3.1% કરાયો છે.

વૈશ્વિક ફુગાવા અંગે ચિંતા

IMFએ તેના નવા અહેવાલમાં જણાવ્યું હતું કે, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધથી વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડ્યુ છે. વર્ષની શરૂઆતમાં જોવા મળેલી ગતિ હવે અટકી ગઈ છે. IMFએ 2026 માટે તેની વૈશ્વિક વૃદ્ધિ આગાહી 3.4% થી ઘટાડીને 3.1% કરી છે. જો પરિસ્થિતિ વધુ વણસે છે. તો આ દર 2% સુધી ઘટી શકે છે અને વૈશ્વિક ફુગાવો 6% સુધી પહોંચી શકે છે. IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગૌરિન્ચાસે જણાવ્યું હતું કે, મધ્ય-પૂર્વ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્ર માટે એક મોટો ફટકો છે.

ચીજવસ્તુઓના ભાવમાં વધારો

ફુગાવાના કારણે તેલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જેના કારણે ફુગાવો વધ્યો છે અને લોકોની ખર્ચ શક્તિમાં ઘટાડો થયો છે. યુદ્ધની પુરવઠા પર સૌથી વધુ અસર પડી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ અને પરિણામે પ્રદેશ ગુમાવવાથી તેલ પુરવઠા પર અસર પડી છે. આનાથી તેલના ભાવ વર્ષોના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે અને લગભગ દરેક દેશમાં ફુગાવાને વેગ મળ્યો છે.

યુએસમાં મંદીની ધમકી

યુએસમાં ગેસોલિનના ભાવમાં તીવ્ર વધારો થયો છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે આનાથી ત્યાં મંદીના જોખમમાં વધારો થયો છે. IMF અનુસાર, યુએસ અર્થતંત્ર 2026માં 2.3%ના દરે વૃદ્ધિ થશે. જે અગાઉના અંદાજ કરતા 0.1% ઓછું છે. 2027 માટે 2.1% વૃદ્ધિ આગાહી થોડી સારી માનવામાં આવે છે. G7 દેશોમાં બ્રિટનને સૌથી વધુ નુકસાન થયું છે. તેનો 2026 નો વિકાસ દર 0.5% ઘટાડીને 0.8% કરવામાં આવ્યો છે, જ્યારે તે 2027 માટે 1.3% રહેવાનો અંદાજ છે. સાઉદી અરેબિયાને પણ મોટો ઝટકો લાગ્યો છે. તેનો 2026નો વિકાસ દર 1.4% ઘટાડીને 3.1% રહેવાનો અંદાજ છે. જોકે, 2027માં સુધારો થવાની ધારણા છે અને તે 4.5% સુધી પહોંચી શકે છે.

ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ સુધરી

ભારતની પરિસ્થિતિ સુધરી રહી હોય તેવું લાગે છે. 2026 અને 2027 માટે ભારતની વૃદ્ધિ આગાહીમાં 0.1% વધારો છે. 2025માં ભારતનો વિકાસ દર 7.6% રહેવાનો અંદાજ છે. જ્યારે 2026 અને 2027માં તે 6.5% હોઈ શકે છે. પાકિસ્તાનમાં સૌથી મોટો સુધારો જોવા મળ્યો છે. 2026 માટે આગાહીમાં 0.4% અને 2027 માટે 0.6%નો વધારો કરાયો છે. બ્રાઝિલ અને રશિયાના વિકાસ દરનો અંદાજ 0.3% વધારવામાં આવ્યો છે. IMFએ ચેતવણી આપી છે કે, જો આ યુદ્ધ ચાલુ રહેશે અથવા વધુ ફેલાશે તો વૈશ્વિક અર્થતંત્રને વધુ નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચોઃ અમેરિકન પાંચ પરમાણુ વૈજ્ઞાનિકો ગાયબ, ત્રણ વર્ષમાં પાંચના મોત, જાણો શુ છે રહસ્ય?