ઇરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ વાર્તા માટે હવે નવા સ્થળ માટે તપાસ કરાઇ રહી હોવાનું સામે આવ્યુ છે.

ઇસ્લામાબાદના બદલે અલગ સ્થળે કરાશે બેઠક?

પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના ઘણા પ્રયત્ન બાદ પણ ઇરાન શાંતિ વાર્તા માટે તૈયાર થયુ નથી. અમેરિકા સાથે આ બેઠક ઇસ્લામાબાદમાં આયોજિત કરાઇ હતી. અને આ વાતચીતમાં અમેરિકા અને ઇરાન વચ્ચે પરમાણુ મામલે કરાર કરવાનો હતો. પરંતુ ઇરાનના ના પાડ્યા બાદ આ બેઠક ખોરંભે ચઢી છે. ઇરાનને મનાવવા માટે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે તેહરાનનો પ્રવાસ પણ કર્યો હતો. પરંતુ ઇરાને તેમને સહમતિ દર્શાવી ન હતી.

ઇરાનને નથી પાકિસ્તાન પર વિશ્વાસ

1. એક અહેવાલ અનુસાર, ઇરાન પાકિસ્તાનથી દૂર રહેવા ઇચ્છે છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે, જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો હતો ત્યારે પાકિસ્તાને ઇરાનના સમર્થનમાં એકપણ શબ્દો કહ્યો ન હતો. અને અને સાથ પણ આપ્યો ન હતો. અમેરિકાના દરેક મામલામાં પાકિસ્તાને મૌન ધારણ કર્યુ છે. પાકિસ્તાન માત્ર વાતચીત માટે ઇરાન પર દબાણ કરી રહ્યુ છે. પરંતુ અમેરિકા વિશે કોઇ ગેરંટી આપી રહ્યુ નથી. તેથી શંકા છે કે, પાકિસ્તાન અમેરિકાના ઇશારે ચાલી રહ્યુ છે.

2. એટલાન્ટિક કાઉન્સિલમાં ઈરાન બાબતોના નિષ્ણાત એલેક્સ વેટાન્કાના મતે, ઈરાન પાકિસ્તાન પર અવિશ્વાસ કરે છે. ઈરાન જાણે છે કે જો અમેરિકા પોતાના વચનો તોડે છે, તો પાકિસ્તાન તેના વિશે કંઈ કરી શકશે નહીં. ઈરાને ચીનના કહેવા પર પોતાનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ મોકલ્યું હતું. આ વખતે, ચીન પણ યુદ્ધવિરામ પ્રક્રિયા પર મૌન છે.

3. ઈરાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમીર હુસૈન ગાઝિયાદેહે જણાવ્યું હતું કે, જે દેશ સાઉદી અરેબિયા પાસેથી ભંડોળ મેળવે છે, અમેરિકા પાસેથી શસ્ત્રો મેળવે છે અને અમેરિકા માટે પોતાના અડ્ડાઓ ખોલી શકે છે, તેના પર મધ્યસ્થી તરીકે વિશ્વાસ કરી શકાય છે. પાકિસ્તાન મધ્યસ્થી માટે બિલકુલ યોગ્ય નથી.

મુનીરે સંભાળ્યો રાજદ્વારીનો હવાલો

અસીમ મુનીરે વ્યક્તિગત રીતે ઈરાન અને અમેરિકા વચ્ચે રાજદ્વારીનો હવાલો સંભાળ્યો. ફાઇનાન્શિયલ ટાઈમ્સ અનુસાર, મુનીરે વાટાઘાટોની સફળતા સુનિશ્ચિત કરવા માટે અપરંપરાગત પદ્ધતિઓ પણ અપનાવી હતી. મુનીરે પોતે લશ્કરી ગણવેશમાં તેહરાનનો પ્રવાસ કર્યો અને પાછા ફર્યા પછી, અમેરિકન રાષ્ટ્રપતિને પ્રતિસાદ આપ્યો. મુનીર અમેરિકા સાથે સતત સંપર્કમાં રહ્યો. અમેરિકાને આ અઠવાડિયે સોદો અંતિમ સ્વરૂપ આપવાની આશા હતી, પરંતુ ઈરાને છેલ્લી ઘડીએ બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ  કઇ મંનશા સાથે ઘરમાં ઘુસ્યો હતો આરોપી રાહુલ મીણા?

  • Follow us on: