જહાજો પર હુમલા અને ત્યારબાદ બદલાની કાર્યવાહીથી બન્ને દેશની વચ્ચે તણાવ વધ્યો છે.

ફરી એકવાર વધ્યો તણાવ

ઈરાન અને અમેરિકા વચ્ચે 17 જૂનના કરાર બાદ, બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ અને કરારની કલમ 5 આના મુખ્ય કારણો છે. બંને દેશો એકબીજા પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે. ઈરાને અગાઉ આ માર્ગને અવરોધ્યો હતો. જેના કારણે સેંકડો કાર્ગો જહાજો ફસાઈ ગયા હતા અને વૈશ્વિક તેલ સંકટ સર્જાયું હતું. આ પછી, બંને દેશો વચ્ચે કરાર થયો હતો.

કરારમાં શુ લખ્યુ છે ? 

કરારના અનુચ્છેદ 5 માં જણાવાયું છે કે, ઈરાન પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચે વેપારી જહાજોને 60 દિવસ માટે કોઈપણ વધારાના ફી વિના સુરક્ષિત માર્ગ પૂરો પાડશે. તે 30 દિવસની અંદર દરિયાઈ ખાણો અને અન્ય લશ્કરી અવરોધો પણ દૂર કરશે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટ પર કોનો નિયંત્રણ રહેશે તે અંગે વિવાદ છે.

ઈરાન નથી ઇચ્છતુ હોર્મુઝમાં કોઇની દખલગીરી

ઈરાનનું કહેવું છે કે, તે સમગ્ર વિસ્તારની સુરક્ષા અને દેખરેખ માટે જવાબદાર છે. અમેરિકા જહાજો માટે સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે. જેમાં ઓમાન અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન પણ ભૂમિકા ભજવે છે. ઈરાન આને તેના અધિકારોમાં દખલગીરી માને છે. શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો. ત્યારે તણાવ વધુ વધ્યો. જવાબમાં, અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, જોકે ઈરાને હુમલાની જવાબદારી લીધી ન હતી. આ પછી, બંને દેશોએ એકબીજા પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

ઇરાનનું સ્પષ્ટ વલણ 

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટનું સંચાલન ફક્ત ઈરાનની જવાબદારી છે, અને કોઈપણ બાહ્ય દખલગીરી પરિસ્થિતિને વધુ ખરાબ કરશે. દરમિયાન, અમેરિકા વૈકલ્પિક દરિયાઈ માર્ગ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી ઈરાન ગુસ્સે છે. IRGCએ ચેતવણી આપી હતી કે, જહાજોએ ઈરાન દ્વારા નિયુક્ત ઉત્તરીય સમુદ્રી માર્ગ દ્વારા જ પરિવહન કરવું જોઈએ. આના કારણે ઘણા તેલ ટેન્કરોને તેમના માર્ગો બદલવાની ફરજ પડી. બે જહાજો, એવર લવલી અને કીકુ પર પણ હુમલો કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ માત્ર પૃથ્વી જ નહીં, અન્ય ગ્રહો પર પણ અનુભવાય છે ભૂકંપ, જાણો શુ કહે છે વિજ્ઞાન?

  • Follow us on: