અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વહીવટીતંત્રમાં હાલમાં એક મોટો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે શું ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવી કે પછી પીછેહઠ કરીને દેશના આંતરિક મુદ્દાઓ પર ધ્યાન આપવું? આ પ્રશ્ન એટલા માટે વધુ મહત્વનો બની ગયો છે કારણ કે અમેરિકા ટૂંક સમયમાં મધ્યસત્ર ચૂંટણીઓનો સામનો કરી રહ્યું છે.
રાજકીય સલાહકારો
White Houseના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય સલાહકારો માને છે કે ચૂંટણી પહેલા યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરવી રાજકીય રીતે જોખમી સાબિત થઈ શકે છે. તેમનું કહેવું છે કે સામાન્ય અમેરિકન મતદારો હાલ મોંઘવારી અને રોજિંદા જીવનના વધતા ખર્ચથી વધુ ચિંતિત છે. આવી સ્થિતિમાં વિદેશી સંઘર્ષ મતદારોને ખોટો સંદેશ આપી શકે છે.
ટ્રમ્પે Iran સામે કડક વલણ
બીજી તરફ, ટ્રમ્પે Iran સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવી શકતું નથી અને યુરેનિયમ સમૃદ્ધિકરણ પર રોક જરૂરી છે. મધ્ય પૂર્વ અને અરબી સમુદ્ર વિસ્તારમાં અમેરિકી સૈન્યની વધતી તૈનાતીથી Tehran સાથે તણાવ વધુ ઘેરો બન્યો છે.
અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, “રાષ્ટ્રપતિના કડક નિવેદનો હોવા છતાં, ઈરાન પર સીધા હુમલા માટે સરકારમાં સંપૂર્ણ એકમતતા નથી.” તેમના મતે, જો સરકાર યુદ્ધ પર વધુ ધ્યાન આપશે તો મતદારોને એવું લાગશે કે તેમની રોજિંદી સમસ્યાઓ અવગણવામાં આવી રહી છે.
Republican Party
રિપબ્લિકન પાર્ટીના ચૂંટણી વ્યૂહરચનાકારોનું માનવું છે કે લાંબા સમય સુધી ચાલતો સંઘર્ષ Republican Party માટે નુકસાનકારક બની શકે છે. ટ્રમ્પનું રાજકારણ હંમેશા “કાયમી યુદ્ધો” સમાપ્ત કરવા અને દેશની અંદર મજબૂત અર્થવ્યવસ્થા ઊભી કરવા પર આધારિત રહ્યું છે. તેમ છતાં, ટ્રમ્પના સમર્થકો દલીલ કરે છે કે તેમની “અમેરિકા ફર્સ્ટ” નીતિએ United Statesને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવ્યું છે. તેમના કહેવા મુજબ, મજબૂત વિદેશ નીતિ અંતે આર્થિક ફાયદા પણ લાવે છે અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
એક મોટો પ્રશ્ન ઊભો
આ સ્થિતિમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો અમેરિકા મોટા પાયે સૈન્ય જમાવટ કર્યા બાદ કોઈ કાર્યવાહી ન કરે, તો શું તે વૈશ્વિક સ્તરે નબળું દેખાશે? ઇતિહાસ બતાવે છે કે મધ્યસત્ર ચૂંટણીઓમાં વિદેશ નીતિ ભાગ્યે જ નિર્ણાયક મુદ્દો બને છે, પરંતુ આવી અનિશ્ચિતતા ટ્રમ્પની છબી પર અસર કરી શકે છે.
Democratic Party
જો મધ્યસત્ર ચૂંટણીમાં Democratic Partyને લાભ મળે અને રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસમાં બહુમતી ગુમાવે, તો ટ્રમ્પના બાકી કાર્યકાળ દરમિયાન તેમના માટે શાસન કરવું વધુ મુશ્કેલ બની શકે છે. તેથી, વ્હાઇટ હાઉસમાં હાલ સૌથી મોટો વિચાર એ છે કે યુદ્ધનું જોખમ લેવુ કે પછી સંપૂર્ણ ધ્યાન દેશના અર્થતંત્ર અને જનતાની સમસ્યાઓ પર કેન્દ્રિત કરવું.
આ પણ વાંચો : Afghanistan Pakistan conflict : ફતવો કેમ બન્યો અફઘાન–પાકિસ્તાન સંઘર્ષનું મૂળ કારણ?