ઈરાન અને અમેરિકા વચ્ચે 14 જૂને પીસ ડિલ પર હસ્તાક્ષર થવાના છે. જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી છે. ત્યારે ટ્રમ્પની જાહેરાત પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક્સ પર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને હસ્તાક્ષર સમારોહ રવિવારે યોજાઈ શકે છે.


પાકિસ્તાને પહેલા જ કરી દીધી હતી પોસ્ટ

નિવેદન મુજબ, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડેરે શનિવારે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને પક્ષોએ આશા વ્યક્ત કરી છે કે આ સમજૂતી મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા લાવવામાં મદદરૂપ થશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે પણ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં શાંતિ સમજૂતી શક્ય છે.

ડિલ કરવાનો સમય હજુ નક્કી થયો નથી

બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ સ્પષ્ટ કર્યું છે કે હસ્તાક્ષરનો સમય હજી નક્કી થયો નથી. તેમણે જણાવ્યું કે સમજૂતી પર હસ્તાક્ષર ક્યારે થશે તે અંગે હજુ રાહ જોવી પડશે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે રવિવારે હસ્તાક્ષર થવાની શક્યતા નથી, પરંતુ આવનારા દિવસોમાં થઈ શકે છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કોઈ પણ નિવેદન આપતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ જણાવ્યું છે કે સમજૂતી પર ઈલેક્ટ્રોનિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે, જોકે સમય હજુ નક્કી થયો નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈરાને કહ્યું હતું કે હજુ ડિલ માટે સમય નક્કી નથી પણ તેમને ડિલ કરવાની સંભાવનાને પણ નકારી નથી. 

આ પણ વાંચો : Donald Trumpનો દાવો, 14 જૂને US-ઈરાન વચ્ચે થશે ડિલ, ત્યારબાદ ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ


  • Follow us on: