ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે તાત્કાલિક નેતન્યાહૂને માફ કરી દેવા જોઈએ.
નેતન્યાહૂને માફ કરે રાષ્ટ્રપતિઃ ટ્ર્મ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયલી વડા પ્રધાન આઇઝેક હર્ઝોગે તાત્કાલિક નેતન્યાહૂને માફ કરી દેવા જોઈએ જેથી તેઓ ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. નેતન્યાહૂ 2020થી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. જોકે, ઇઝરાયલી અધિકારીઓએ ટ્રમ્પના દાવાઓને નકારી કાઢતા એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ લગભગ દરરોજ નેતન્યાહૂ સાથે વાત કરે છે અને યુદ્ધની ચર્ચા કરે છે. તેઓ ઇચ્છે છે કે નેતન્યાહૂ ફક્ત ઈરાન સામેની લડાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે અને ચાલી રહેલા કોર્ટ કેસ દ્વારા દબાણ ન આવે.
પીએમ પર કેસ ચલાવવો અન્યાયઃ ટ્રમ્પ
નેતન્યાહૂ 2020 થી ભ્રષ્ટાચારના અનેક કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. તેમના પર ઘણા અબજોપતિઓ પાસેથી મોંઘી ભેટો સ્વીકારવાનો આરોપ છે. આ ભેટોમાં સિગાર, શેમ્પેન, ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે તેમણે આ ભેટોના બદલામાં આ વ્યક્તિઓને રાજકીય લાભ આપ્યો હતો. ટ્રમ્પે આ આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું, અને કહ્યું હતું કે વાઇન અને સિગાર જેવા મામલામાં વડા પ્રધાન પર કેસ ચલાવવો અન્યાયી છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી નિવેદન
રાષ્ટ્રપતિ હર્ઝોગના કાર્યાલયે પણ એક નિવેદન જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલ એક સાર્વભૌમ દેશ છે અને બધા નિર્ણયો કાયદા અનુસાર લેવામાં આવે છે. કાયદાકીય નિષ્ણાતો કહે છે કે જો માફી હવે આપવામાં આવે છે, તો તેને વિદેશી રાજકીય દબાણના કેસ તરીકે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. હાલમાં, યુદ્ધને કારણે કોર્ટનું કામ મર્યાદિત છે, અને નેતન્યાહૂની ટ્રાયલ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ યુદ્ધના કારણે પાડોશી દેશમાં જોવા મળ્યો હડકંપ, જાણો કેવી છે સ્થિતિ?
