દૂતાવાસના જણાવ્યા અનુસાર, તે ઈરાનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે નિયમિત સંપર્કમાં છે
સુરક્ષા દ્રષ્ટિકોણથી જોખમી
ઈરાનમાં વધતી જતી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે, તેહરાનમાં ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીય નાગરિકો માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ પૂર્વ સંકલન વિના ઈરાની પ્રદેશ છોડી દે છે. તો દૂતાવાસે સહાય પૂરી પાડવાની સ્થિતિમાં રહેશે નહીં. ભારતીય દૂતાવાસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે 9 માર્ચે જાહેર કરાયેલી સલાહ છતાં, ઘણા લોકો હજુ પણ સ્વતંત્ર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે સુરક્ષા અને વહીવટી દ્રષ્ટિકોણથી જોખમી હોઈ શકે છે.
સરહદ દ્વારા ઈરાન છોડવાનો પ્રયાસ
નવી એડવાઇઝરીમાં જાહેર કરાયુ છે કે, કોઈપણ ભારતીય નાગરિક જે દૂતાવાસની જાણ વિના જમીન સરહદ દ્વારા ઈરાન છોડવાનો પ્રયાસ કરે છે તેને ગંભીર ઇમિગ્રેશન અને લોજિસ્ટિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હજારો લોકો હજુ પણ ઈરાનમાં ફસાયેલા છે, જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. ઈરાની સરકારનું કહેવું છે કે ઘણા સ્થળાંતર કરનારાઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શરૂઆતમાં, બધાને કાઉન્સેલિંગ કરીને પાછા મોકલી દેવાયા હતા.
ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર
તેથી ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કોઈપણ મુસાફરી અથવા સ્થળાંતર પહેલાં દૂતાવાસના સત્તાવાર ચેનલો સાથે જોડાયેલા રહે અને માહિતી શેર કરે. દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઘણા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. તેઓ કોઈપણ સમસ્યા અથવા મુસાફરી સંબંધિત માહિતી માટે આ નંબરો પર સંપર્ક કરી શકે છે અથવા ઇમેઇલ કરી શકે છે.
આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટને નિયંત્રણમાં લેવા અમેરિકાના પ્રયાસ, અધિકારીઓની યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક
