ત્રણ સભ્યોની કાઉન્સિલ હાલમાં દેશના કામકાજનું નિરીક્ષણ કરી રહી છે.

નવા સર્વોચ્ચ નેતાની શોધ

સુપ્રીમ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇનું અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર લશ્કરી હુમલામાં મોત થયુ હતું. અને તેમના મૃત્યુથી નવા સર્વોચ્ચ નેતાની શોધ શરૂ થઈ છે. અલી ખામેનેઇના બીજા પુત્ર મોજતબા ખામેનેઇના નામ પદ સંભાળવા માટે સંભવિત ઉમેદવાર તરીકે સામે આવ્યુ છે. જોકે, સ્થાનિક અધિકારીઓએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. રિવોલ્યુશનરી ગાર્ડના દબાણ હેઠળ તેમનું નામ આગળ મૂકવામાં આવ્યુ છે અને મોજતબાની ડિગ્રી પર સવાલ ઉભા થયા છે.

કોણ છે મોજતબા ખામેનેઇ ?

મોજતબા ખામેનેઇએ ક્યારેય ચૂંટણી લડી નથી, ન તો તેમના માટે કોઈ જાહેર મતદાન થયું છે. જો કે, તેઓ લાંબા સમયથી સુપ્રીમ લીડરના વર્તુળમાં ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ રહ્યા છે અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી, મોજતબાને તેમના પિતાના સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે. જેમણે લગભગ આઠ વર્ષ સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી અને 36 વર્ષ સુધી ઈરાનના નિર્વિવાદ નેતા રહ્યા હતા.

ધાર્મિક ઓળખ ઈરાનમાં ચર્ચાનો વિષય

ખામેનેઇ જુનિયરની ધાર્મિક ઓળખ ઈરાનમાં ચર્ચાનો વિષય રહી છે. આયાતુલ્લાહના ઉચ્ચ પદને બદલે, તેઓ મધ્યમ સ્તરના ધર્મગુરુ, હોજાતોલેસ્લામનું બિરુદ ધરાવે છે. આયાતુલ્લાહનો અર્થ "ભગવાનની નિશાની" થાય છે. હોજાતોલેસ્લામ આયાતુલ્લાહ કરતાં નીચું ઇસ્લામિક બિરુદ છે. ખામેનેઇ જુનિયર હોજાતોલેસ્લામનું બિરુદ ધરાવે છે. જોકે સુપ્રીમ લીડર બનવા માટે આયાતુલ્લા હોવું ફરજિયાત નથી. પરંતુ નૈતિક ધોરણે તે અયોગ્ય માનવામાં આવે છે.

શું કહે છે દેશનું બંધારણ ?

જોકે, સર્વોચ્ચ નેતા બનવા માટે આયાતુલ્લા હોવું સખત જરૂરી નથી. પહેલાં, આ ફરજિયાત આવશ્યકતા હતી. ઈરાનના બંધારણ મુજબ, સર્વોચ્ચ નેતા બનવા માટેની મુખ્ય આવશ્યકતાઓ એ છે કે નેતા ન્યાયી અને ધાર્મિક વિદ્વાન હોવો જોઈએ, ઇસ્લામિક કાયદાનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને વિવિધ ક્ષેત્રોમાં ધાર્મિક આદેશો જારી કરવામાં સક્ષમ હોવો જોઈએ. વધુમાં, તે સમયની પરિસ્થિતિઓથી પરિચિત, હિંમતવાન, વહીવટી ક્ષમતા ધરાવતો અને રાજકીય અને સામાજિક દ્રષ્ટિકોણ ધરાવતો હોવો જોઈએ.

આ પણ વાંચોઃ Tamil Naduના મંદિરમાં સ્થાપિત કરાશે 500 વર્ષ જૂની પ્રતિમા, ઇંગ્લેડ સાથે છે ખાસ કનેક્શન, જાણો