રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે, જો વરસાદ નહીં થાય તો રાજધાની ખાલી કરવી પડશે.
પાણીની સર્જાઇ અછત
ઇરાન હાલના દિવસોમાં ભીષણ દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યો છે. અગાઉ આવી પરિસ્થિતિ જોવા મળી ન હતી. રાજધાની તેહરાનમાં પાણી ખત્મ થવાની અણીએ છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ચેતવણી આપી છે કે, જો નવેમ્બર મહિનાના અંત સુધી વરસાદ નહી પડે તો સરકાર પાણી મામલે સખ્ત થઇ જશે. અને પરિસ્થિતિ જો વધુ વણસે તો રાજધાની ખાલી કરવી પડશે. સરકારે આ સમસ્યાને પર્યાવરણનું નુકસાન કહે છે તો ધાર્મિક નેતા તેને 'ઇશ્વરીય ચેતવણી' કહી રહ્યા છે.
ધાર્મિક નેતાઓની ડંફાસ
ધાર્મિક નેતાએ કહ્યુ હતુ કે, સાર્વજનિક જીવનમાં પાપ અને નૈતિક ભ્રષ્ટાચાર ઇરાનમાં આવેલી મુશ્કેલીઓ માટે કારણભૂત છે. અરાકીએ અધિકારીઓનું કહ્યુ કે, ધાર્મિક મર્યાદા અને નૈતિક અનુશાસનને કડક રીતે અમલમાં લાવવા જોઇએ. પાણીની અછત માટે ધાર્મિક નેતા અરાકીએ કહ્યુ હતુ કે, હિજાબ કાયદો લાગૂ ન કરાતા અને નૈતિક કાયદાઓનું ઉલ્લંઘન થતા ઇરાનમાં આ તમામ સમસ્યાઓ સર્જાઇ રહી છે.
પાણી અને વીજળીની કમી
રાષ્ટ્રપતિ પેજેશ્કિયને કહ્યુ હતુ કે, સ્થિતિ ઘણી ગંભીર છે. ડેમાં પાણીનું સ્તર 60 વર્ષ કરતા નીચુ ગયુ છે. રાજધાનીના પાંચ પ્રમુખ જળાશયો સુકાઇ ગયા છે. લતયાન ડેમમાં માત્ર 9 ટકા જ પાણી બચ્યુ છે. ઉર્જા મંત્રાલયે ઉપમંત્રી મોહમ્મદ જવાંબખ્તે કહ્યુ હતુ કે, લતયાન ડેમમાં માત્ર 9 મિલિયન ઘન મીટર પાણી બચ્યુ છે. જે ખતરનાક સ્થિતિમાં છે. 91 લાખ વસ્તી ધરાવતા તેહરાનમાં પાણી અને વીજળીની સમસ્યા વધુ ગંભીર બની છે. નદી-જળાશયો સૂકાઇ જતાં વીજળી પાવર પ્લાંટ બંધ પડ્યા છે.













