પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર હાલમાં ઈરાનની મુલાકાતે છે. ઈરાનમાં મુજતબા ખામેનેઈ નવા સુપ્રીમ લીડર બન્યા બાદ કોઈ વિદેશી નેતાની આ પ્રથમ મોટી મુલાકાત છે, જેના કારણે સમગ્ર વિશ્વની નજર આ પ્રવાસ પર ટકેલી છે. જોકે, આ મુલાકાત જેટલી મહત્વની છે, તેટલી જ વિવાદાસ્પદ પણ બની રહી છે.
પાકિસ્સતાન પર જાસૂસીની આશંકા
સામાન્ય રીતે આવી મહત્વની મુલાકાતોમાં પાકિસ્તાની આર્મી ચીફ સુપ્રીમ લીડરને મળતા હોય છે, પરંતુ મુજતબા ખામેનેઈ સાથેની મુનીરની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સસ્પેન્સ વચ્ચે એવી અટકળો તેજ થઈ છે કે શું જનરલ મુનીર અમેરિકા માટે 'જાસૂસ'ની ભૂમિકા ભજવી રહ્યા છે? નિષ્ણાતો માને છે કે ઈરાનની નવી સત્તામાં કોણ કેટલું પ્રભાવશાળી છે અને ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, તેની માહિતી એકઠી કરીને મુનીર અમેરિકાને રિપોર્ટ કરી શકે છે.
ટ્રમ્પની નજરમાં મુનીર અને પાકિસ્તાનની ભૂમિકા
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત ફર્યા છે. ટ્રમ્પ અગાઉ પણ જનરલ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફની પ્રશંસા કરી ચૂક્યા છે. પાકિસ્તાન હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે. ટ્રમ્પના મતે, પાકિસ્તાન શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને જો ઈરાન સાથેની ડીલ સફળ રહે તો સીઝફાયર (યુદ્ધવિરામ) લંબાવવામાં પણ આવી શકે છે.
ભવિષ્યની રણનીતિ
મુનીરે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગલીબાફ સાથે મુલાકાત કરી છે, પરંતુ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. વ્હાઈટ હાઉસના સંકેત મુજબ, આગામી શાંતિ વાટાઘાટો ઈસ્લામાબાદમાં યોજાઈ શકે છે. જો જનરલ મુનીર ઈરાન અને અમેરિકા વચ્ચેના મતભેદો ઘટાડવામાં સફળ રહેશે, તો દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં પાકિસ્તાનનું કદ વધી શકે છે, પરંતુ ઈરાન આ મુલાકાતને કઈ રીતે લે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: Iran-US War:હોર્મુઝને ખોલાવાવા માટે ફ્રાન્સ અને બ્રિટને આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવ્યું. અમેરિકાથી અંતર રાખ્યું