વર્ષ 2025 દરમિયાન પાકિસ્તાનમાં ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સમાં ટેક્નોલોજી, મનોરંજન અને આશ્ચર્યજનક રીતે ભારતીય વિષયોનો દબદબો જોવા મળ્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી લઈને નવી ફિલ્મો સુધી, પાકિસ્તાની યુઝર્સની રુચિ આ વર્ષે ખૂબ જ વૈવિધ્યસભર રહી છે.
1 શું છે આ 'p999'?
સર્ચ લિસ્ટમાં ચોથા નંબરે રહેલો શબ્દ 'p999' એ ઘણાને મૂંઝવણમાં મૂક્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ એક લોકપ્રિય ઓનલાઇન ગેમ છે, જે પાકિસ્તાની યુવાઓમાં ભારે ક્રેઝ ધરાવે છે. AI પછી આ ગેમ વિશે સૌથી વધુ માહિતી મેળવવામાં આવી હતી. આ સિવાય પાકિસ્તાનમાં Sexy વર્ડ પણ ખૂબ જ સર્ચ કરવામાં આવ્યો.
2.ટેક્નોલોજી અને AI પ્રત્યે વધતી જિજ્ઞાસા
આ વર્ષે પાકિસ્તાનમાં ટેક્નોલોજી ક્ષેત્રે મોટો ઉછાળો જોવા મળ્યો છે. લોકો માત્ર સર્ચ જ નથી કરી રહ્યા, પરંતુ નવા ટૂલ્સ શીખવા માટે પણ ઉત્સુક છે. Deepseek, Google AI Studio અને Grok જેવા એડવાન્સ AI પ્લેટફોર્મ્સ ટોપ સર્ચમાં રહ્યા. ChatGPT: રસપ્રદ વાત એ છે કે ઘણા યુઝર્સે 'ChatGPT' ને બદલે 'ChatGbt' લખીને પણ સર્ચ કર્યું હતું. લોકો AI ને માત્ર ટૂલ તરીકે જ નહીં પણ એક કારકિર્દી (AI Field of Study) તરીકે પણ શોધી રહ્યા છે.
3. ભારતીય કનેક્શન અને મનોરંજન
મનોરંજનની દુનિયામાં પાકિસ્તાની યુઝર્સે ભારતીય કન્ટેન્ટમાં ખૂબ રસ દાખવ્યો:,ધુરંધર (Dhurandhar): ભારતીય ફિલ્મ 'ધુરંધર' પાકિસ્તાનમાં ટોપ-5 સર્ચમાં સામેલ થઈ. રમતગમતમાં 'ઇન્ડિયા નેશનલ અન્ડર-19 ક્રિકેટ ટીમ' વિશે પણ વ્યાપક સર્ચ થયું. નેટફ્લિક્સની હોરર સિરીઝ 'સ્ટ્રેન્જર થિંગ્સ' ની નવી સીઝને પણ પાકિસ્તાની પ્રેક્ષકોને જકડી રાખ્યા.
4. સોશિયલ મીડિયા અને રોજિંદા શબ્દો
ટેક્નોલોજી સિવાય, લોકોએ રોજિંદા વપરાશના પ્લેટફોર્મ્સ પણ મોટા પાયે સર્ચ કર્યા. Facebook, Instagram અને TikTok હંમેશની જેમ યાદીમાં મોખરે રહ્યા. 'English to Urdu' અનુવાદ માટે પણ ગૂગલનો સૌથી વધુ ઉપયોગ થયો. Infinix Hot મોબાઈલ ફોન, ટ્રાફિક ચલાન અને 'xxxl size 2024' જેવા કીવર્ડ્સ પણ ટ્રેન્ડમાં જોવા મળ્યા.
આ પણ વાંચોઃ ન્યૂ યર પહેલા જ યુરોસ્ટારે રદ્દ કરી લંડન-યુરોપ વચ્ચે ટ્રેન સર્વિસ, યાત્રીઓ મુશ્કેલીમાં