અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હમાસ અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.ટ્રમ્પે શનિવારે જણાવ્યુ કે, ઇઝરાયલ પ્રારભિંક વાપસી રેખા પર સહમત થઇ ગયુ છે અને હમાસની પુષ્ટિ બાદ યુદ્ધ વિરામ લાગૂ કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યુ કે હમાસની સહમતિ બાદ કેદીઓ અને બંધકોની અદલા-બદલી કરવામાં આવશે.
હમાસ તેની પુષ્ટિ કરશે તો યુદ્ધ વિરામ થશે
ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ગાઝાનો નક્શો જાહેર કર્યો છે. ટ્રુથ પર ટ્રમ્પે લખ્યુ કે વાતચીત બાદ ઇઝરાયલ વાપસીની શરૂઆતી રેખા પર સહમત થઇ ગયા છે. જેને હમાસને બતાવ્યુ અને તેની સાથે સમજૂતી કરી. જ્યારે હમાસ તેની પુષ્ટિ કરશે તો યુદ્ધ વિરામ તરત જ પ્રભાવી થશે. બંધકો અને કેદીઓની અદલા બદલી શરૂ થઇ જશે અને અમે વાપસી માટે આગળનો પ્લાન તૈયાર કરીશુ. જેના કારણે આ 3,000 વર્ષ જૂની તબાહી અંતની નજીક પહોંચી જશે, આ મામલા પર ધ્યાન આપવા માટે ધન્યવાદ.
ગાઝા માટે ટ્રમ્પનો પ્લાન
આપને જણાવી દઇએ કે ટ્ર્મ્પ દ્વારા જાહેર કરેલા નક્શામાં ઇઝરાયલી સેના ગાઝાના દક્ષિણી ભાગમાં 6.5 કિલોમીટર, મધ્ય ગાઝામાં બે કિલોમીટર અને ઉત્તરી ભાગમાં 3.5 કિલોમીટર સુધી તૈનાત રહેશે. આ નકશો જુલાઈના મધ્યમાં મધ્યસ્થીઓ દ્વારા હમાસને બતાવવામાં આવ્યો હતો.જેને હમાસે અસ્વીકાર કરી દીધો હતો. આ નક્શા પ્રમાણે ઇઝરાયલી સેના જૂની સીમા રેખાથી નજીક 1.6 કિમી અંદર હાજર છે. આ પહેલા ટ્રમ્પે શુક્રવારે ગાઝાને ચેતવણી આપતા પ્રસ્તાવને સ્વીકાર કરવુ કે પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યુ હતુ.
આ બાબતે કોઈ પણ વિલંબ સહન નહીં થાય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે હું સરાહના કરૂં છુ કે ઇઝરાયલી બંધકોની મુક્તિ અને શાંતિ સમજૂતીને પૂરી કરવા માટે અસ્થાયી રૂપથી બોમ્બ મારો રોકી દીધો છે. હમાસે ગાઝામાં યુદ્ધ સમાપ્ચ કરવાની પોતાની આ યોજના પર ઝડપીથી કામ કરવુ જોઇએ. નહીં તો આ બધી શરતો અહિંયા જ રહેશે.તેમણે કહ્યુ કે "હું કોઈપણ વિલંબ અથવા કોઈપણ પરિણામ સહન કરીશ નહીં જે ગાઝાને ફરીથી ખતરો બનાવે. ચાલો આ શક્ય તેટલું ઝડપથી પૂર્ણ કરીએ. દરેક સાથે ન્યાયી વર્તન કરવામાં આવશે.