તાજેતરમાં ફ્લાયદુબઈ ફ્લાઇટના કોકપીટ પર થયેલા હુમલા દરમિયાન અસાધારણ બહાદુરી દાખવીને 174 મુસાફરો અને ક્રૂના જીવ બચાવનાર ભારતીય કેપ્ટન સ્મિત માછરને ઇઝરાયલના સર્વોચ્ચ નાગરિક વીરતા પુરસ્કાર—'રાષ્ટ્રપતિ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવશે.
સ્મિત મચ્છરને 'રાષ્ટ્રપતિ પુરસ્કાર'થી સન્માનિત કરશે
ઘટના અનુસાર, ફ્લાયદુબઈના સહ-પાઇલટ (ઓમાની નાગરિક) હમ્મામ અલ-હમ્મામીએ ક્રેશ-એક્સથી કોકપીટમાં કેપ્ટન સ્મિત માછર પર જીવલેણ હુમલો કર્યો હતો. ગુપ્તચર અહેવાલો મુજબ, આ હુમલા પાછળ વિમાનને અપહરણ કરીને તેલ અવીવની કોઈ ઇમારત સાથે અથડાવાની યોજના હતી. ગંભીર રીતે ઘાયલ અને પુષ્કળ રક્તસ્ત્રાવ હોવા છતાં, કેપ્ટન માછરે અત્યંત સાહસપૂર્વક વળતો પ્રહાર કર્યો અને કોકપીટનો દરવાજો ખોલ્યો. તેમની આ બહાદુરીના કારણે અન્ય મુસાફરો અને સ્ટાફ સમયસર કોકપીટમાં પ્રવેશીને હુમલાખોરને કાબૂમાં લેવામાં સફળ રહ્યા, જેથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ.
સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ કરાશે સન્માન
હાલમાં UAEની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન મચ્છરના સાહસની પ્રશંસા કરતા ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે જાહેરાત કરી છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને આ સર્વોચ્ચ સન્માન અર્પણ કરવામાં આવશે. કેપ્ટન માછરની વ્યાવસાયિક કુશળતા અને હિંમતે અસંખ્ય નિર્દોષ જીવો બચાવી લીધા છે, જેનાથી સમગ્ર દેશમાં ગર્વની લાગણી ફેલાઈ છે.
શું બની હતી ઘટના?
ફ્લાયદુબઈની ફ્લાઈટના કોકપીટમાં બનેલી ઘટના અનુસાર, સહ-પાઇલટ હમ્મામ અલ-હમ્મામીએ અચાનક ક્રેશ-એક્સથી કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કર્યો હતો. ગુપ્તચર અહેવાલ મુજબ, આ હુમલા પાછળ વિમાનનું અપહરણ કરી તેને તેલ અવીવની ઇમારત સાથે અથડાવાનો ભયાનક પ્લાન હતો.
કેપ્ટન મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હોવા અને શરીરમાંથી પુષ્કળ રક્તસ્ત્રાવ થતો હોવા છતાં, તેમણે અસાધારણ સાહસ દાખવીને હુમલાખોર સામે વળતો પ્રહાર કર્યો અને કોકપીટનો દરવાજો ખોલ્યો. તેમની આ હિંમતને કારણે સમયસર અન્ય ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો કોકપીટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોર સહ-પાઇલટને કાબૂમાં લઈ લીધો, જેનાથી એક મોટી આકાશિય દુર્ઘટના ટળી ગઈ.
આ પણ વાંચોઃAmerica માં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો! 8 કંપનીઓ પર રોક, ભારતીયો પર શું અસર?