મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઈરાન એ ઈઝરાયલ સામે ભીષણ વળતો હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, ઈરાને ઈઝરાયલ પર એકસાથે અંદાજે 70 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી, જેના કારણે સમગ્ર ઈઝરાયલમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ.
તેલ અવીવ સહિત અનેક શહેરોમાં
ઈઝરાયલની રાજધાની વિસ્તારમાં, ખાસ કરીને તેલ અવીવ સહિત અનેક શહેરોમાં સતત સાયરન વાગતા રહ્યા. લોકો તરત જ બોમ્બ આશ્રયસ્થાનો તરફ દોડી ગયા. ઈઝરાયલી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ મિસાઈલો ઈરાન તરફથી છોડવામાં આવી હતી અને તેને રોકવા માટે રક્ષણાત્મક પ્રણાલીઓ સંપૂર્ણ રીતે સક્રિય કરવામાં આવી છે.
ઈઝરાયલની સેનાની અધિકૃત સંસ્થા IDF
ઈઝરાયલની સેનાની અધિકૃત સંસ્થા IDF એ જણાવ્યું કે મિસાઈલ લોન્ચ થતાની સાથે જ દેશવ્યાપી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સીધા તેમના મોબાઇલ ફોન પર ચેતવણી સંદેશા મોકલવામાં આવ્યા હતા, જેથી જાનમાલનું નુકસાન ઓછું કરી શકાય.
ઈઝરાયલમાં અનેક જોરદાર વિસ્ફોટો
ઉત્તર ઈઝરાયલમાં અનેક જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાયા હોવાના અહેવાલો છે. ઈઝરાયલે તેની આધુનિક મિસાઈલ વિરોધી સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી છે, જે આવતી મિસાઈલોને આકાશમાં જ નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈઝરાયલે સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે અને લોકોને જરૂરી સિવાય ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ઈરાન પર ઈઝરાયલ
આ હુમલાનો પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે તો, થોડા સમય પહેલા ઈરાન પર ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. તેહરાનમાં અનેક સ્થળોએ જોરદાર વિસ્ફોટો થયા હતા, જેમાં શહેરના મધ્ય ભાગોમાં ભારે ધુમાડો જોવા મળ્યો હતો. કેટલાક અહેવાલો અનુસાર, આ હુમલાઓ આયાતુલ્લાહ અલી ખામેનીના કાર્યાલય અથવા રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની નજીક થયા હોવાની ચર્ચા છે.
ફાટી નીકળવાની આશંકા વ્યક્ત
આ સમગ્ર ઘટનાક્રમને કારણે મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધ ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક સ્તરે તેલના ભાવ, આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને સુરક્ષા પર તેની સીધી અસર પડી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક દેશો બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. આગામી કલાકો અને દિવસો વિશ્વ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો આ સંઘર્ષ માત્ર બે દેશો સુધી સીમિત ન રહી, પરંતુ વૈશ્વિક યુદ્ધની ચિંગારી બની શકે છે.
આ પણ વાંચો : Israel Iran conflict : આ હુમલો 'અસ્તિત્વના ખતરા'ને દૂર કરવાનો હતો : ઇઝરાયલી PM નેતન્યાહૂ